હવે તમારી ગાડી માટે લઈ શકો છો મનપસંદ નંબર, પોર્ટેબિલિટી યોજના થશે શરૂ

08 October, 2019 03:18 PM IST  |  નવી દિલ્હી

હવે તમારી ગાડી માટે લઈ શકો છો મનપસંદ નંબર, પોર્ટેબિલિટી યોજના થશે શરૂ

મેળવી શકાશે મનપસંદ નંબર પ્લેટ

કેવું થયા જો તમારી નવી કાર કે જૂની કાર પર તમારો મનપસંદ નંબર હોય? જી હાં, એવું જલ્દી જ થશે કારણ કે દિલ્હી બાદ ઉત્તર પ્રદેશના નોએડાથી વાહન નંબર પોર્ટેબિલિટીની યોજના લાગૂ થવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત જૂના નંબરને કોઈ પણ નવા વાહન પર લઈ શકાય છે. ફોર વ્હીલર વાહનો માટે લગભગ 50 હજાર રૂપિયા અને ટૂ વ્હીલર માટે લગભગ 20 હજાર રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. ત્યાં જ, જૂના વાહનો પર જે નંબર મળશે તેના પર કોઈ ફી નહીં લાગે. માત્ર રજિસ્ટ્રેશન સર્ટિફિકેની ફીથી જ ઓછું થઈ જશે.

ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે નંબર પોર્ટેબિલિટી માટે બે શરતો રાખી છે. એમાં પહેલી શરત એ છે કે જો કોઈ જૂના વાહનનો નંબર નવા પર લેવાનો છે તો તેનું રજિસ્ટ્રેશન ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વાહનના માલિકના નામ પર હોવું જોઈએ. બીજી શરત એ છે કે જે નામથી જુનું વાહન રજિસ્ટર્ડ છે એ નામથી જ નવા વાહનનું રજિસ્ટ્રેશન થવું જોઈએ. એ બાદ જ નંબર પોર્ટેબિલિટી સર્વિસનો લાભ ઉઠાવી શકાશે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

આ સિવાય VIP નંબર લેવા માટેની બોલીમાં સામેલ થવા માટે એક લાખ રૂપિયા ચુકવવા પડશે. એ બાદ કોઈ બોલી લગાવશે, તો રકમ વધી શકે છે. જો કે, મહત્વની વાત એ છે કે જૂના વાહનના નંબરને નવા વાહન પર લેવા માટેની ફી ઓછી રાખવામાં આવી છે અને લીલામી વખતે જૂનો નંબર સસ્તો પડી જશે.

new delhi national news