હવે GST રિફંડ માટે થશે સિંગલ વિન્ડો, નહીં જોવી પડે લાંબી રાહ

04 September, 2019 03:52 PM IST  |  New Delhi

હવે GST રિફંડ માટે થશે સિંગલ વિન્ડો, નહીં જોવી પડે લાંબી રાહ

New Delhi : હવે જીએસટી રિફંડ મેળવવા માટે લાંબી રાહ નહીં જોવી પડે. સરકાર કારોબારની પ્રક્રિયા સરળ કરવા માટે જલ્દી જ એવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે, જેમાં સેંટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટીનું રિફંડ એકસાથે જ અધિકારી આપી શકશે. સૂત્રોએ કહ્યું કે આ મહિનાથી જ સિંગલ ઑથોરિટી દ્વારા જીએસટી રિફંડ આપવાની સુવિધા શરૂ થઈ જશે. જે અંતર્ગત જો કોઈ નિર્યાતક એસજીએસટી અધિકારીની પાસે રિફંડનો દાવો કરે છે, તો તે અધિકારી પાસે રિફંડનો દાવો કરે છે, તો તે અધિકારી તેને મંજૂર કરીને સીજીએસટી અધિકારી પાસે મોકલી દશે. જે પોતાના સ્તર પર જ સીજીએસટી અને એસજીએસટીનું રિફંડ જાહેર કરી દેશે. મહીનાના અંતમાં કેન્દ્ર અને રાજ્યના અધિકારી તેને એડજસ્ટ કરી દેશે.


ગોવામાં 20 સપ્ટેમ્બરે થનારી GST ની બેઠક પર તમામની નજર
આ રીતે વેપારીને રિફંડ પ્રાપ્ત કરવામાં વાર નહીં લાગે. સિંગર અથૉરિટીના માધ્યમથી રિફંડ જાહેર કરવાની સુવિધા માટે જરૂરી દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરે ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ આ સુવિધાના સંબંધમાં ચર્ચા કરવામાં આવી શકે છે. કાઉન્સિલના અધિકારી આ મુદ્દા પર રાજ્યોના નાણામંત્રીની સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપી શકે છે. આ સુવિધા શરૂ કરવાની જરૂર એટલે પડી છે કારણ કે જીએસટી લાગૂ થયા બાદ જ રિફંડમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરેશાની નાના અને મધ્યમ કદના વેપારીઓને વધુ થયા છે કારણ કે રિફંડ ન મળે તો તેનો કેશ ફ્લો રોકાઈ જાય છે. અને તેમને આગળવા ઓર્ડર લેવામાં પરેશાની થાય છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

હજુ અનેક જીએસટીના રિફંડની ફરીયાદો પેન્ડિંગ
આજની તારીખમાં પણ વેપારીઓના લગભગ 10, 000 કરોડ રૂપિયાના જીએસટી રિફંડના દાવાઓ પેન્ડિંગ છે. ફિયોના મહાનિર્દેશક અજય સહાયે દૈનિક જાગરણ સાથે વાત કરતા કહ્યું કે, 'સિંગલ અથૉરિટી દ્વારા રિટર્ન જાહેર કરવાનો પ્રસ્તાવ એક સારી પહેલ છે. જેની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. જેનાથી કંપનીઓને પણ રાહત મળશે.'

આ પણ જુઓ : ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટોસ

30 દિવસમાં તમા MSME સેક્ટરના બાકી જીએસટી રિફંડ આપી દેવાશે
ફિયોનું માનવું છે કે સરકાર આ કદમ અર્થવ્યવસ્થા માટે મદદગાર સાબિત થશે. મહત્વનું છે કે 23 ઑગસ્ટે નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું હતું કે એમએસએમઈ સેક્ટરના તમામ બાકીના જીએસટી રિફંડ 30 દિવસોની અંદર જાહેર કરી દેવામાં આવશે.

goods and services tax national news nirmala sitharaman