જમ્મુ-કાશ્મિરમાં પોલીસ ફાયરીંગમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું : શાહ

20 November, 2019 01:15 PM IST  |  New Delhi

જમ્મુ-કાશ્મિરમાં પોલીસ ફાયરીંગમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું : શાહ

રાજ્યસભામાં અમિત શાહ

આજે સંસદમાં શિયાળું સત્રનો ત્રિજો દિવસ છે. જેમાં દેશના અનેક મુદ્રાઓ પર ચર્ચાઓ કરવામાં આવી. દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના મુદ્રે કહ્યું હતું કે 370 ની કલમ હટાવ્યા બાદ 5 ઓગસ્ટથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું. તો મહારાષ્ટ્રના મુદ્રાને લઇને બુધવારે રાજ્યસભામાં અમિત શાહ પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. વિપક્ષે આ મુદ્રા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.



ઓગસ્ટમાં પોલીસ ફાયરીંગમાં જમ્મુમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું : અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, અમે સ્થાનિક તંત્રને પરિસ્થિતીની સમીક્ષા પણ કરવા અંગે પણ કહ્યું છે ત્યાર પછી જ કોઈ પગલું ભરાશે.અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે કોઈ પણ સભ્ય પાસે એવી સૂચના આવે કે જમ્મુ-કાશ્મીરના રિમોટ એરિયામાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ છે તો તેઓ સીધો મારો સંપર્ક કરે, હું 24 કલાકમાં જ બધી વ્યવસ્થા કરાવીશ.તેમણે વધુમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સમગ્ર પરિસ્થિતી સામાન્ય બની ગઈ છે. કાશ્મીર અંગે ફેલાયેલી અફવાઓ ખોટી છે. 5 ઓગસ્ટ બાદ પોલીસ ફાયરિંગમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

ધર્મના આધારે ભેદભાવની વાત નથી : અમિત શાહ
રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રર અંગેના સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, NRCમાં ધર્મના આધારે ભેદભાવ કરવાની વાત નથી. શાહે વધુમાં કહ્યું કે, NRCની પ્રક્રિયામાં જ્યારે આખા દેશમાં હશે તો આસામમાં NRCની પ્રક્રિયા ફરીથી કરાવવામાં આવશે. કોઈ પણ ધર્મના લોકોએ ડરવાની જરૂર નથી. તમામ લોકોએ NRCની અંદર સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

કાશ્મીરમાં 59 લાખ મોબાઈલ ચાલું
કાશ્મીરમાં 59 લાખ મોબાઈલ ચાલું છે.બધા અખબારો અને ટીવી ચેનલ, બેંકિંગ સુવિધા, તમામ દુકાનો, સરકારી ઓફિસો ચાલું છે.

amit shah Rajya Sabha jammu and kashmir