મકાન માલિક-ભાડુઆત બંનેને મોટો ફાયદો, જલ્દી આવશે ભાડા કરારનો નવો કાયદો

11 July, 2019 05:40 PM IST  |  Delhi

મકાન માલિક-ભાડુઆત બંનેને મોટો ફાયદો, જલ્દી આવશે ભાડા કરારનો નવો કાયદો

Delhi : કેન્દ્ર સરકાર મકાન અને દુકાન ભાડાના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. નવા નિયમ પ્રમાણે મકાન માલિક અને ભાડુઆતો એમ બંનેને ફાયદો થાય તેવું જાણવા મળી રહ્યું છે. CNBC આવાઝને મળેલી માહિતી પ્રમાણે (Model Tenancy Law) અંતિમ ચરણમાં છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ કાયદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. મળી રહેલી માહિતી પ્રમાણે મકાન અથવા દુકાન ભાડે લેવાવાળા ભાડૂઆત પાસેથી માલિક સિક્યુરિટી ડિપોઝીટના રૂપે 2 મહિનાના ભાડાની રકમથી વધુની માંગ નહિ કરી શકે.

શું છે ભાડૂઆતના અધિકાર...

કાયદા પ્રમાણે મકાન માલિકને ઘરની દેખરેખ અને રીપેરીંગથી જોડાયેલ કામ કે કોઈ બીજા હેતુથી ઘરે આવવા માટે 24 કલાક પહેલા લેખિત નોટિસ એડવાન્સમાં આપવાની રહેશે. રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલી સમય સીમાથી પહેલા ભાડૂઆતને ત્યાં સુધી નહીં કાઢી શકે જ્યાં સુધી 2 મહિનાનું ભાડુ ના ચુકવ્યું હોય અથવા પ્રોપર્ટીનો દુરુપયોગ ના થઈ રહ્યો હોય ત્યાં સુધી.

શું છે મકાન માલિકના અધિકાર...
ભાડૂઆત જો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થાય બાદ પણ મકાન અથવા દુકાન ખાલી નથી કરી રહ્યા, તો મકાન માલિકને ચાર ગણું માસિક ભાડું માંગવાનો અધિકાર રહેશે. નવા એક્ટ મુજબ જો ભાડૂઆત રેન્જ એગ્રીમેન્ટ મુજબ સમયસીમાંની અંદર મકાન કે દુકાન ખાલી નહીં કરે તો મકાનમાલિક 2 મહિના સુધી બેગણું ભાડાની માંગ કરી શકશે અને બે મહિના બાદ ચારગણું ભાડુ વસૂલવાનો અધિકાર રાખી શકશે.

આ પણ જુઓ : Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

નવા કાયદા પ્રમાણે શું રહેશે બંન્નેની જવાબદારી...
નવા કાયદાના ડ્રાફ્ટ મુજબ બિલ્ડીંગની દેખરેખ માટે ભાડોતરી અને મકાન માલિક બંન્ને જણ જવાબદાર રહેશે. જો મકાન માલિક રૂમમાં કે દુકાનમાં કોઈ સુધાર કામ કરાવે છે, તો રિનોવેશનનું કામ પૂર્ણ થવાના એક મહિના બાદ ભાડું વધારવાની પરવાનગી હશે. જોકે, ભાડુ વધારવા પહેલા ભાડૂઆતની સલાહ પણ લેવાની જરૂરી રહેશે. નવો કાયદો બનાવનાર અધિકારી મુજબ નવો કાયદો લાખો પ્રોપર્ટીસને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેને પ્રોપર્ટીના માલિક કાયદાકીય કાર્યવાહીમાં ના ફસાવા માટે ભાડે નથી લગાવી રહ્યા.

આ પણ જુઓ : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

નવો કાયદો અસ્તિત્વમાં આવશે તો મકાન માલિકોનો ડર ખતમ થશે અને એ ખાલી મકાન અને દુકાનને ડર્યા વગર ભાડે આપી શકાશે. અધિકારીક સૂત્ર મુજબ છેલ્લા સરકારી સર્વે મુજબ શહેરી વિસ્તારમાં 1.1 કરોડ પ્રોપર્ટીસ એટલા માટે ખાલી પડી છે. કારણકે એમના માલિકોને ડર લાગતો હોય છે કે ભાડૂઆત એમની પ્રોપર્ટી ઝડપી ન લે.

national news amit shah