બૅન્કો-વીમા કંપનીઓના તમામ સ્ટાફને વહેલાસર વૅક્સિન આપો : નાણા મંત્રાલય

15 May, 2021 01:42 PM IST  |  New Delhi | Agency

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે બૅન્કો અને વીમા કંપનીઓના કર્મચારીઓને ઍન્ટિ-કોવિડ વૅક્સિન આપવાના કાર્યક્રમને પ્રાધાન્ય આપવાનો અનુરોધ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ગઈ કાલે કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે બૅન્કો અને વીમા કંપનીઓના કર્મચારીઓને ઍન્ટિ-કોવિડ વૅક્સિન આપવાના કાર્યક્રમને પ્રાધાન્ય આપવાનો અનુરોધ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ગઈ કાલે કર્યો હતો.

દેશમાં કોરોનાની બીજી લહેર ઉગ્ર બની છે. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનૅન્શિયલ સર્વિસિસના સેક્રેટરી દેબાશિષ પાંડાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રોમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ બૅન્કો, વીમા કંપનીઓ, બિઝનેસ કોરસપૉન્ડન્ટ્સ, પેમેન્ટ સિસ્ટમ્સ તથા વિવિધ ફાઇનૅન્શિયલ સર્વિસિસના કર્મચારીઓને વૅક્સિનેશન માટે વિશેષ વ્યવસ્થા કરવા વિશે વિચારણા કરવી જોઈએ. પાંડાએ રોગચાળાના દિવસોમાં બૅન્કો, વીમા કંપનીઓ, પેમેન્ટ સર્વિસિસ વગેરેના કર્મચારીઓએ મહામારીના આ સૌથી કપરા સમયમાં બજાવેલી કામગીરીને બિરદાવતી પોસ્ટ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખી હતી.

national news new delhi coronavirus covid19 covid vaccine