News In Short: એક ક્લિકમાં વાંચો ગુજરાત, દેશ-પરદેશમાં શું હલચલ ચાલી રહી છે

15 May, 2021 02:08 PM IST  |  New Delhi | Agency

ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝે શુક્રવારે ભારતમાં રશિયાથી આયાત કરાયેલી કોવિડ-વિરોધી સ્પુટનિક-વી વૅક્સિનનું સૉફ્ટ-લૉન્ચિંગ કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

સ્પુટનિક રસીનું ભારતમાં લૉન્ચિંગ: ભાવ ૯૯૫.૪૦ રૂપિયા
ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝે શુક્રવારે ભારતમાં રશિયાથી આયાત કરાયેલી કોવિડ-વિરોધી સ્પુટનિક-વી વૅક્સિનનું સૉફ્ટ-લૉન્ચિંગ કર્યું હતું. આ રસીના એક ડોઝનો ભાવ ૯૪૮ રૂપિયા છે અને જીએસટી સહિત એનો રિટેલ ભાવ ૯૯૫.૪૦ રૂપિયા થાય છે. બે મહિનામાં આ રસીના કુલ ૩.૬૦ કરોડ ડોઝની ભારતમાં આયાત થવાની સંભાવના છે. ગઈ કાલે સ્પુટનિક-વીનો ભારતમાં પહેલો ડોઝ ડૉ. રેડ્ડીઝના સિનિયર એક્ઝિક્યુટિવ દીપક સપ્રાએ લીધો હતો.

કૉવેક્સિનું પુણે અને કર્ણાટકમાં પણ ઉત્પાદન થશે
હૈદરાબાદની ભારત બાયોટેક કંપની થોડા જ સમયમાં પુણેમાં તથા કર્ણાટકના કોલાર જિલ્લામાં પણ કોવિડ-વિરોધી કૉવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે આઇ.એ.એન.એસ.ને જણાવ્યું હતું કે પુણેમાં બાયોવેટ પ્રાઇવેટ લિમિટેડ નામની સબસીડીયરી આ દેશી વૅક્સિનનું ત્રણ મહિનાની અંદર ઉત્પાદન શરૂ કરી દેશે. 

ઇઝરાયલે ગાઝા પટ્ટી ઉપર ૧૦૦૦ બૉમ્બ ઝીંકી દીધા
પેલેસ્ટીનમાં ગાઝા પટ્ટી પર ઉગ્રવાદીઓના જે પણ સ્થાનો છે અેના પર ઇઝરાયલે ગઈ કાલે ભારે બૉમ્બમારો કયોર઼્ હતો. ઇઝરાયલની આ વખતની ગાઝા પટ્ટી પરની હવાઈ તેમ જ લશ્કરી કાર્યવાહી સૌથી ખતરનાક અને સૌથી વ્યાપક છે જેમાં ઇઝરાયલે ઉગ્રવાદી સંગઠનોના મુખ્ય મથકો પર કુલ મળીને ૧,૦૦૦ બૉમ્બ ફેંક્યા છે જેમાં અનેક ઉગ્રવાદી નેતાઓ માર્યા ગયા છે.

નેપાલમાં ઓલી ફરી બનીગયા વડા પ્રધાન
નેપાલમાં વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી થોડા દિવસ પહેલાં સંસદમાં વિશ્ર્વાસનો મત હારી ગયા ત્યાર બાદ વિરોધ પક્ષો યુતિ સાધીને સરકાર રચવામાં નિષ્ફળ જતાં ગઈ કાલે ઓલી ફરી વડા પ્રધાનપદે બિરાજમાન થયા હતા. ચીનનું પીઠબળ ધરાવતા ઓલીનો પક્ષ સંસદમાં સૌથી વધુ બેઠક ધરાવે છે.

national news coronavirus covid19 covid vaccine new delhi pune karnataka nepal