નીતિમત્તામાં પાંગળી બનેલી સરકાર કોરોના સામે વિજય નહીં મેળવી શકે : રાહુલ ગાંધી

04 May, 2021 02:25 PM IST  |  New Delhi | Agency

કેન્દ્ર સરકારને ‘પૉલિસી પૅરૅલિસિસ’ તરીકે ગણાવીને કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સરકાર કોરોના વાઇરસ સામેની લડતમાં વિજય નહીં મેળવી શકે.

રાહુલ ગાંધી

કેન્દ્ર સરકારને ‘પૉલિસી પૅરૅલિસિસ’ તરીકે ગણાવીને કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સરકાર કોરોના વાઇરસ સામેની લડતમાં વિજય નહીં મેળવી શકે. એક ટ્વીટમાં તેણે લખ્યું હતું કે વાઇરસ સામેની લડત લડો, પણ લડતા હોવાની બનાવટ ન કરો.

કોરોનાની મહામારી સંદર્ભમાં દેશની જનતાને આપેલી બાંયધરી પરિપૂર્ણ કરવામાં સરકાર પોતાની રીતે નીતિઓ ઘડ્યા પછી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં અક્ષમ સાબિત થઈ છે એવા અર્થમાં રાહુલ ગાંધીએ ગઈ કાલે આ નિવેદનો કર્યાં હતાં. આ અગાઉ ૨૮ એપ્રિલે  રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલાં જાહેર જનતાનાં નાણાં કોરોના વાઇરસની રસી બનાવતી કંપનીઓ પાછળ ખર્ચ્યાં અને હવે એ જ રસી જનતાને ઊંચા ભાવે વેચી રહી છે. વિશ્વના કોઈ પણ દેશમાં રસીની કિંમત આટલી ઊંચી નથી તેમ કહેતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના મિત્રો માટે દેશને લૂંટવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

rahul gandhi national news new delhi coronavirus covid19