ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે ટી-90 ટેન્ક તહેનાત કરી

01 July, 2020 02:41 PM IST  |  New Delhi | Agencies

ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે ટી-90 ટેન્ક તહેનાત કરી

ટી-90 ટેન્ક

પૂર્વ લદ્દાખમાં સરહદ ઉપર વિવાદને લઈને ભારત-ચીન વચ્ચે સતત વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ચીન આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો આગ્રહ વ્યક્ત કરી રહ્યું છે, જો કે તે ચાલબાજી કરવામાંથી પણ પાછળ હટી રહ્યું નથી. ચીનની પીઠમાં છરો ભોંકવાની ટેવથી પરિચિત ભારત પણ તેને હળવાશમાં લેવા માગતું નથી અને સરહદ પર ગલવાન વેલી ખાતે તમામ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. ભારતે ગલવાન સેક્ટરમાં છ ટી-૯૦ ટેન્કો તહેનાત કરી છે.

ભારતીય લશ્કરે સરહદ પર ટી-૯૦ ભીષ્મ ટેન્કોને ખડકવાનો નિર્ણય ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની કેટલીક હિલચાલને ધ્યાનમાં રાખીને કર્યો છે. ચીને ગલવાન વેલી ખાતે અનેક સ્થળે નિર્માણ કામગીરી હાથ ધરી છે. લશ્કર એલએસી પાસે પોતાના ક્ષેત્રની અંદર મુખ્ય ઊંચાઈવાળા સ્થાને હથિયારો તહેનાત કરી રહ્યું છે.

new delhi national news india china terror attack