વૅક્સિનની તંગી નથી, પ્લાનિંગનો અભાવ છે : આરોગ્ય મંત્રાલય

14 April, 2021 09:44 AM IST  |  New Delhi | Agency

દેશમાં કોરોના-વિરોધી રસીની અછત હોવાની વાતો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે ખુલાસો કર્યો હતો કે દેશમાં વૅક્સિનની તંગી નથી, પરંતુ યોગ્ય આયોજનનો અભાવ હોવાથી કેટલાંક રાજ્યોમાં રસીકરણની બાબતમાં અવ્યવસ્થા સર્જાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના-વિરોધી રસીની અછત હોવાની વાતો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે ખુલાસો કર્યો હતો કે દેશમાં વૅક્સિનની તંગી નથી, પરંતુ યોગ્ય આયોજનનો અભાવ હોવાથી કેટલાંક રાજ્યોમાં રસીકરણની બાબતમાં અવ્યવસ્થા સર્જાઈ છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે ‘રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ મળીને ૧૩,૧૦,૯૦,૩૭૦ વૅક્સિન-ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે જેમાંથી સામાન્ય બગાડ સહિતના વપરાશનો આંકડો જોઈએ તો ૧૧,૪૩,૬૯,૬૭૭ ડોઝ વપરાયા છે. ૧.૬૭ કરોડ ડોઝ હજી વપરાયા વગરના પડ્યા છે.’

national news new delhi coronavirus covid19