ચીને સાઇબર ઘૂસણખોરીમાં ભારતને બનાવ્યું છે ટાર્ગેટ

18 June, 2021 02:09 PM IST  |  New Delhi | Agency

જે રીતે પાકિસ્તાની લશ્કર જોડે સંકળાયેલું ઇન્ટર સ્ટેટ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)નું તંત્ર અન્ય દેશોમાં વ્યાપક પ્રમાણમાં જાસૂસી કરે છે એ રીતે ચીનના લશ્કર જોડે સંકળાયેલું રેડ-ફોક્સટ્રોટનું તંત્ર પણ અન્ય દેશોમાં જાસૂસી કરે છે

પ્રતીકાત્મક તસવીર

જે રીતે પાકિસ્તાની લશ્કર જોડે સંકળાયેલું ઇન્ટર સ્ટેટ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)નું તંત્ર અન્ય દેશોમાં વ્યાપક પ્રમાણમાં જાસૂસી કરે છે એ રીતે ચીનના લશ્કર જોડે સંકળાયેલું રેડ-ફોક્સટ્રોટનું તંત્ર પણ અન્ય દેશોમાં જાસૂસી કરે છે. અત્યાર સુધીમાં ભારત સહિત સાતેક  દેશોમાં જાસૂસીના પુરાવા મળ્યા છે. ચીની લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી જોડે સીધો સંબંધ ધરાવતું રેડ-ફોક્સટ્રોટ સાઇબર એસ્પિયોનેજમાં સક્રિય છે. 

રેડ-ફોક્સટ્રોટ દ્વારા ભારત ઉપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિઝસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં જાસૂસી કરવામાં આવતી હોવાનું એન્ટરપ્રાઇઝ સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સક્રિય વિશ્વની સૌથી મોટી કંપની ‘રેકૉર્ડેડ ફ્યુચર’ના નિરીક્ષણોમાં નોંધવામાં આવ્યું છે. રેડ-ફોક્સટ્રોટની સ્થાપના વર્ષ ૨૦૧૪માં કરવામાં આવી હતી. રેકૉર્ડેડ ફ્યુચર દ્વારા મળેલી જાણકારી મુજબ રેડ-ફોક્સટ્રોટ દ્વારા મુખ્યત્વે વિવિધ દેશોના સરકારી કારભાર, સંરક્ષણ વિભાગો, ખાણકામ વિભાગો, ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ્સ તેમ જ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સમાં જાસૂસી કરવામાં આવે છે. 

national news new delhi china india