આખા દેશમાં જ લૉકડાઉન લાગુ કરવા વિચાર કરે કેન્દ્ર : સુપ્રીમ કોર્ટ

04 May, 2021 02:11 PM IST  |  New Delhi | Agency

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરને કાબૂમાં કરવા માટે સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન પર વિચાર કરવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરને કાબૂમાં કરવા માટે સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કૉર્ટે સરકારોને કહ્યું છે કે તેઓ લોકહિતમાં બીજી લહેરના વાઇરસ પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવવા પર વિચાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે લૉકડાઉન લગાવવા પહેલાં સરકાર એ પણ ખાતરી કરે કે આનો સામાજિક અને આર્થિક પ્રભાવ ઓછો પડે.

કોર્ટ પ્રમાણે જે લોકો પર લૉકડાઉનની અસર પડી શકે છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરે. કોરોના વાઇરસની બીજી લહેરમાં સ્થિતિને ગંભીર થતી જોઈને સુપ્રીમ કોર્ટે ખુદ જ મામલાને ધ્યાનમાં લેતાં કહ્યું છે કે જો કોઈ દરદી પાસે કોઈ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાનિક રેસિડેન્શિયલ પ્રૂફ અથવા આઇડી પ્રૂફ નથી તો પણ તેને હૉસ્પિટલમાં ભરતી કરવા અને જરૂરી દવાઓ આપવાની ના ન કહી શકાય. આ પહેલાં કોરોનાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે દિલ્હીમાં ઑક્સિજનનો પુરવઠો ત્રીજી મેના મધ્યરાત્રિ અથવા એના પહેલાં ઠીક કરી લેવામાં આવશે. સાથે જ કોર્ટે કહ્યું છે કે ઑક્સિજનની સપ્લાય વ્યવસ્થા રાજ્યો સાથે વિચારવિમર્શ કર્યા બાદ તૈયાર કરો. ઇમર્જન્સી વ્યવસ્થા માટે ઑક્સિજનનો સ્ટૉક અને ઇમર્જન્સી ઑક્સિજન પૂરો પાડવાની જગ્યાને વિકેન્દ્રિત કરો. સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર અને રાજ્ય પોલીસ-કમિશનરોને નિર્દેશ આપ્યો છે કે સોશ્યલ મીડિયામાં કોઈની જાણકારી પર કાર્યવાહી કરી તો અદાલત કાર્યવાહી કરશે. સાથે જ સુપ્રીમ કૉર્ટે કહ્યું હતું કે બે અઠવાડિયાંની અંદર કેન્દ્રને હૉસ્પિટલોમાં પ્રવેશ પર રાષ્ટ્રીય નીતિ બનાવવા અને રાજ્યો દ્વારા આનું પાલન કરાવવામાં આવે.

કોર્ટે વૅક્સિનની કિંમત નક્કી કરવા, ઉપલબ્ધતા, ઑક્સિજન અને જરૂરી દવાઓની વ્યવસ્થા પર ફરીથી વિચાર કરવો જોઈએ.

national news supreme court coronavirus covid19