કોવિડના દરદીઓમાં જીવલેણ ‘બ્લૅક ફન્ગસ’ના કેસ વધી રહ્યા છે

11 May, 2021 02:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશની કેટલીક હૉસ્પિટલોએ કોવિડના કેસ વધવા પાછળના એક ખાસ કારણ તરીકે જવલ્લે જ જોવા મળે એવા મ્યુકોરમાયકોસિસ અથવા ‘બ્લૅક ફન્ગસ’ પ્રકારના વિષાણુના અંશ જોવા મળ્યા હોવાનું કહ્યું એને પગલે સરકાર સતર્ક થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

દેશની કેટલીક હૉસ્પિટલોએ કોવિડના કેસ વધવા પાછળના એક ખાસ કારણ તરીકે જવલ્લે જ જોવા મળે એવા મ્યુકોરમાયકોસિસ અથવા ‘બ્લૅક ફન્ગસ’ પ્રકારના વિષાણુના અંશ જોવા મળ્યા હોવાનું કહ્યું એને પગલે સરકાર સતર્ક થઈ ગઈ છે. આવા કેસ સતત વધી રહ્યા છે. કોવિડ સાથે જોડાયેલી આ પ્રકારની નવી બીમારીમાં દરદીના નાકનો અમુક હિસ્સો કાળો પડી જાય છે અથવા એનો રંગ બદલાઈ જાય છે, આંખે ઝાંખપ આવે છે અથવા ડબલ દેખાય છે, છાતીમાં પણ દુખાવો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને કફની સાથે લોહી પણ પડે છે. આ બીમારી ખાસ કરીને ડાયાબિટીઝના દરદીઓને સૌથી વધુ હાનિકારક નીવડે એવું મનાય છે. આ જાણકારી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના અભ્યાસ પર આધારિત છે.

new delhi coronavirus covid19 covid vaccine national news