8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચે મુકાલબો: કપિલ મિશ્રા

24 January, 2020 12:37 PM IST  |  New Delhi

8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચે મુકાલબો: કપિલ મિશ્રા

કપિલ મિશ્રા

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચાલતા પ્રચાર અભિયાનમાં પણ હવે પાકિસ્તાન શબ્દને એન્ટ્રી થઈ ગઈ છે. આઠ ફેબ્રુઆરીએ થનારા મતદાન પહેલાં બીજેપીના ઉમેદવારે કહ્યું છે કે આઠ ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે. દિલ્હીમાં બીજેપી-કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

બે વખત કેજરીવાલ સીએમ બની ચૂક્યા છે અને હવે જીતની હૅટ-ટ્રિક બનાવવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આપમાંથી બીજેપીમાં ગયેલા ઉમેદવાર કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું કે આઠ ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે.

આ પણ વાંચો : નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતી 1200 મહિલાઓ સામે કેસ દાખલ

આ અગાઉ ૨૦૧૫માં વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન શબ્દ પણ અચાનક જ ચર્ચામાં આવી ગયો હતો. અમિત શાહે એક રૅલીમાં જો બિહારમાં બીજેપી હારે તો પાકિસ્તાનમાં ફટાકડા ફોડીને ઉજવણી થશે એવું નિવેદન આપ્યું હતું અને એ મામલો ચૂંટણીપંચ સુધી પહોંચ્યો હતો. ત્યારે હવે દિલ્હી વિધાનસભામાં પણ પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે.

new delhi india pakistan delhi elections national news