NEET Controversy: જો 0.001 ટકા પણ ગડબડ હોય તો… સુપ્રીમ કોર્ટની NTAને નોટિસ

18 June, 2024 03:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બેન્ચે સરકાર અને એનટીએ (NEET Controversy)ને એમ પણ કહ્યું કે કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમ સાથે છેતરપિંડી કરે છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે તેનાથી પણ વધુ ખતરનાક છે

સુપ્રીમ કોર્ટ

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં NEET UG વિવાદ (NEET Controversy) પર ગ્રેસ માર્ક્સ સંબંધિત અરજી પર સુનાવણી થઈ. આ કેસ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવી ભાટીની વેકેશન બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું- જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી લીધી છે, અમે તેમની મહેનતને ભૂલી શકતા નથી.

બેન્ચે સરકાર અને એનટીએ (NEET Controversy)ને એમ પણ કહ્યું કે કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમ સાથે છેતરપિંડી કરે છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે તેનાથી પણ વધુ ખતરનાક છે. આ કૌભાંડ (NEET Controversy)ને લગતી અરજીઓની સુનાવણી 8મી જુલાઈએ થશે. વકીલોને એક જ દિવસે તમામ કેસની ચર્ચા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

અગાઉ 11 જૂને ત્રણ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે એનટીએ (NEET Controversy)ને નોટિસ જારી કરી હતી અને 13 જૂને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે અને ગ્રેસ માર્કસ વિના સ્કોર કાર્ડ આપવામાં આવશે. 4 જૂને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEETનું પરિણામ જાહેર કર્યું હતું. આ પહેલીવાર છે જ્યારે 67 ઉમેદવારોએ 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં 4 અરજીઓ, જાણો અત્યાર સુધી તેમાં શું થયું છે

1લી: વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીઓએ પરિણામની જાહેરાત પહેલા 1 જૂનના રોજ અરજી કરી હતી. કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની સાથે પરીક્ષા રદ કરવા અને તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.

બીજું: અરજદાર હિતેશ સિંહ કશ્યપ દ્વારા ફાઇલ કરવામાં આવી હતી. કર્ણાટક, ઓડિશા, ઝારખંડ વગેરે રાજ્યોના 26 વિદ્યાર્થીઓએ ગુજરાતના ગોધરામાં જય જલરામ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે 10-10 લાખ રૂપિયાની લાંચ આપી હતી. અરજીમાં પેપર લીકની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. સુનાવણી 8મી જુલાઈના રોજ થશે.

ત્રીજું: ફિઝિક્સવાલાના સહ-સ્થાપક અલખ પાંડેએ 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવા સામે અરજી કરી હતી. સુનાવણી 13 જૂને થઈ હતી. NTAએ કહ્યું- 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્કસ રદ કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓના પરિણામો ગ્રેસ માર્કસ વિના જાહેર કરવામાં આવશે. તેઓ ફરીથી પરીક્ષા આપી શકે છે.

ચોથું: 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.

supreme court new delhi india national news