વડાપ્રધાન મોદી સાથે શરદ પવારની બેઠક, એક કલાક બેઠક ચાલતા તર્ક વિતર્ક શરૂ

17 July, 2021 02:45 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

એનસીપી અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક એક કલાક સુધી ચાલતા અનેક તર્ક વિર્તક લગાવવામાં આવી રહ્યાં છે.

શરદ પવાર (ફાઈલ ફોટો)

NCPના વડા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતા.  બંને વચ્ચેની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. મીટિંગનો વિષય સ્પષ્ટ નથી, જેના કારણે અટકળો તીવ્ર બની રહી છે. શરદ પવારે ગઈકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા. આજે તેઓ વડા પ્રધાનને મળ્યા. તેવામાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રના રાજકારણની પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોત. જોકે સરકારી સૂત્રો કહે છે કે આ બેઠક સહકારી વિશે હતી, પરંતુ શરદ પવારની એક કલાકની વડા પ્રધાન સાથેની મુલાકાતથી ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.


એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આગામી સંસદ સત્રને લઈને ચર્ચા થઈ હોત. રાજકીય નિષ્ણાંતો એમ પણ કહે છે કે શરદ પવારે જે રીતે કૃષિ કાયદા પર યુ-ટર્ન લીધો છે, ત્યારબાદ તે 2024 ની ચૂંટણીમાં વિકલ્પ તરીકે અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  જેના પરથી લાગે છે કે એટલા કદાચ એનસીપી ભાજપ સાથેના સંબંધ સાચવી રહ્યું છે. 

તાજેતરમાં એનસીપીના નેતાઓ સતત તપાસ એજન્સીઓના રડાર પર છે, કેટલાક પર કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે શરદ પવાર અને એકે એન્ટની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ.એમ પણ હાજર રહ્યા હતા. સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ રહ્યું છે એટલા માટે આ બેઠકને વધુ મહત્વની માનવામાં આવી રહી છે. 

national news sharad pawar narendra modi indian politics