મોદી સરકારનો પહેલો દિવસઃ આજે મળશે કેબિનેટની પહેલી બેઠક

31 May, 2019 09:55 AM IST  |  નવી દિલ્હી

મોદી સરકારનો પહેલો દિવસઃ આજે મળશે કેબિનેટની પહેલી બેઠક

મોદી સરકારનો પહેલો દિવસઃ આજે મળશે કેબિનેટની પહેલી બેઠક

મોદી સરકારની પહેલી બેઠક આજે દિલ્હીમાં મળવા જઈ રહી છે. નરેન્દ્ર દામોદર દાસ મોદીએ સતત બીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં હજારો લોકો અને ખાસ મહેમાનોની હાજરીમાં રામનાથ કોવિંદે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મોદીની સાથે મંત્રી મંડળમાં કુલ 57 મંત્રીઓ છે. જો કે મંત્રીઓના પોર્ટફોલિયો સામે નથી આવ્યા, પરંતુ સૂત્રોનું માનીએ તો ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનારા અમિત શાહને ગૃહ કે નાણા ખાતું મળી શકે છે. ત્યારે પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રાલયની જવાબદારી મળવાની આશા છે.

શાહની આ રહેશે ભૂમિકા

સંગઠનમાં પોતાની કુશળતા પ્રદર્શિત કરનારા અમિત શાહ મોદી સરકારમાં આવે તેનું ખાસ મહત્વ છે. એક તરફ જ્યાં માનવામાં આવી રહ્યું છે કે મહત્વના પડાવ પર નાણા જેવું સંવેદનશીલ મંત્રાલયની જવાબદારી સંભાળશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેઓ સરકારમાં સંતુલન બનાવી રાખવાની જવાબદારી પણ લેશે. તેમના સરકારના સામેલ થવાની સાથે ભાજપના નવા અધ્યક્ષને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે અને તેમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાનું નામ સૌથી આગળ છે. અમિત શાહ રાજ્યમાં ગૃહમંત્રીની જવાબદારી નિભાવી ચુક્યા છે પરંતુ ગુરૂવારે તેમણે જે રીતે રાજનાથ સિંહ બાદ ત્રીજા નંબરે શપથ લીધા, તેનો અર્થ એ કરવામાં આવ્યો કે તેઓ ગૃહમંત્રાલયની જગ્યાએ નાણામંત્રીનું પદ સંભાળશે. આમ પણ નાણાને લઈને તેમની સમજ તો જગજાહેર છ. હાલ દેશ નાણાના મોરચા પર અનેક સાહસિક પગલા ઉઠાવવાનો છે અને શાહ સાહસિક નિર્ણયો માટે જાણીતા છે.

આ પણ વાંચોઃ PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

સાહસિક નિર્ણય માટે જાણીતા છે શાહ

સંગઠનમાં રહેલા પણ તેમણે કઠોર અને સાહસિક નિર્ણયોની શરૂઆત કરી રહી. માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકારમાં તેઓ બીજા મંત્રાલયના કામકાજ પર નજર રાખવાની અને જરૂરી સહયોગ પણ આપે. નાણામંત્રાલય એમ પણ તમામ મંત્રાલયો સાથે જોડાયેલું હોય છે. હવે જ્યારે શાહ સરકારમાં સામેલ થઈ ચુક્યા છે તો અધ્યક્ષ કોણ એ સવાલ છે. જેમાં જેપી નડ્ડા, જેઓ શાહ અને મોદી બંનેની નજીકના છે તેમનો સમાવેશ થઈ શકે છે. તેઓ ભાજપના સંસદીય બોર્ડન સચિવ પણ છે.