વારાણસીમાં નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ભરશે ઉમેદવારીપત્રક

17 April, 2019 08:05 AM IST  |  વારાણસી

વારાણસીમાં નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ભરશે ઉમેદવારીપત્રક

નરેન્દ્ર મોદી

વારાણસી લોકસભા સીટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા અને રોડ-શોને BJP ઐતિહાસિક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે. મોદી ૨૬ એપ્રિલે અહીંથી ફૉર્મ ભરશે. ઘણાં રાજ્યના મુખ્ય પ્રધાનની ફોજ અહીં મોરચો સંભાળવા આવી રહી છે. BJP શાસિત તમામ રાજ્યના મુખ્ય પ્રધાન ઉપરાંત બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આવવાના પણ સમાચાર છે.

૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે વડા પ્રધાન મોદીનો રોડ-શો ખાસ રહેશે. મિની ઇન્ડિયા સાથે બનારસની ઓળખ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક રંગ જોવા મળશે. પાંચ લાખની ભીડ ભેગી કરવાનું લક્ષ રખાયું છે. કમળ રથ પર ૧૦ કિલોમીટરનું અંતર કાપીને ઉમેદવારી પત્રક ભરવા પહોંચશે.

ગઈ વખતે સંસદસભ્ય ચૂંટાયાના આગામી દિવસે મોદી ગંગાતટ પર પહોંચ્યા હતા, પરંતુ આ વખતે ઉમેદવારી પત્રક ભર્યા પહેલાં ૨૫ એપ્રિલે ગંગાની પૂજા કરશે અને આરતીમાં સામેલ થશે. ચૂંટણી રથ શહેરના જૂના વિસ્તારોથી થઈને ગંગા તટ પર ખતમ થશે.

આ પણ વાંચો : પ્રચારમાં આક્ષેપબાજી વચ્ચે શશિ થરૂરે ભાજપના આ નેતાના વલણથી થયા ગદગદ

પ્રિયંકા મોદી સામે ટકરાશે : વાડ્રાનો આડકતરો ઇશારો

કૉંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મેદાનમાં ઉતારવામાં આવે એવી અટકળો વચ્ચે આજે તેમના પતિ રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે પક્ષ જો જવાબદારી સોંપે તો પ્રિયંકા કોઈ પણ જવાબદારી નિભાવવા તૈયાર છે. વાડ્રાના આ આડકતરા ઇશારાથી રાજકીય સૂત્રો એવું અનુમાન લગાવી રહ્યા છે કે પ્રિયંકા અને મોદી વારાણસીમાં ચૂટણીયુદ્ધમાં ટકરાશે.

narendra modi varanasi national news Election 2019