Covid-19: રેમડેસિવીર પછી હવે બ્લેક ફંગલને કારણે એમ્ફોસિન ઇન્જેક્શનની માગ વધી

10 May, 2021 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસ વચ્ચે આને એક નવી દુર્લભ બીમારી કહેવામાં આવી રહી છે. રેમડેસિવીર પછી હવે મ્યૂકોર્માઇકોસિસના ઇન્જેકશનની ભારે અછત છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં અનેક શહેરોની હૉસ્પિટલમાંથી હવે કોરોના દર્દીઓને ફંગસ ઇન્ફેક્શન થવાના કેસ સામે આવી રહ્યા છે. રાજધાની દિલ્હીની હૉસ્પિટલ પછી હવે ગુજરાતના હૉસ્પિટલ પછી હવે ગુજરાતની હૉસ્પિટમાં એવા કોરોના દર્દીઓ મળ્યા છે, જે ફંગલ ઇન્ફેક્શન- મ્યૂકોર્માઇકોસિસ કે બ્લેક ફંગસ (Mucormycosis)થી પીડિત જોવા મળ્યા છે. ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસ વચ્ચે આને એક નવી દુર્લભ બીમારી કહેવામાં આવી રહી છે. રેમડેસિવીર પછી હવે મ્યૂકોર્માઇકોસિસના ઇન્જેકશનની ભારે અછત છે. પરિણામે દર્દીઓના પરિવારોને આ ઇન્જેક્શન લેવા માટે અનેક મેડિકલ સ્ટોર પર જવું પડે છે.

મ્યૂકોયકોસિસની સારવાર ખૂબ જ મોંઘી અને જટિલ છે. સારવાર દરમિયાન દર્દીને 15થી 21 દિવસો માટે એમ્ફોસિન-બીનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જો જરૂરી હોય તો દૂરબીનના માધ્યમે નાકમાંથી ફંગસ હટાવવાની સર્જરી પર કરવામાં આવે છે. ત્યારે પણ ઇન્જેક્શનથી સારવાર ચાલુ રહે છે. આ સારવાર માટે દર્દીના વજનના આધારે દરરોજ 6થી 9 ઇન્જેક્શનની જરૂર હોય છે. એક ઇન્જેક્શનની કિંમત 6થી 7 હજાર હોય છે અને 20થી 28 દિવસના ઇન્જેક્શન કોર્સમાં 13થી 14 લાખ રૂપિયા સુધી લાગી જાય છે.

રાજકોટમાં વધી રહ્યા છે કેસ
રાજકોટમાં આના કેસ વધી રહ્યા છે અને હવે સૌરાષ્ટ્રના બધા દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં સૌથી મોટું 250 બેડવાળું મ્યૂકોર્માઇકોસિસ વૉર્ડ સ્થાપિત કરવામાં આવ્યું છે. ડૉ. આર.એસ. ત્રિવેદી પ્રમાણે, સૌરાષ્ટ્રથી દર્દીઓ રાજકોટ આવી રહ્યા છે.  પરિણામે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ટ્રામા સેન્ટરની ભવન ખાલી કરવામાં આવી રહ્યું છે અને કોરોના દર્દીઓને ત્યાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ દર્દીઓને ત્યાં પણ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઇન્ફેક્શનમાં સર્જરી પછી ઇન્જેક્શન પણ મહત્વપૂર્ણ છે એટલે 1 કરોડ રૂપિયાથી વધારે ઇન્જેક્શનની રકમ પણ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

બીજી તરફ રાજ્યમાં વધતા કેસ અને રોગના નિયંત્રણ અને સારવાર માટે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક આયોજિત કરવામાં આવી. જેના પછી સરકારે અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં સંક્રમિતો માટે અલગ વૉર્ડ શરૂ કરી દીધો છે. આ સિવાય એમ્ફોટેરિસિન બી 50 એમજીના 5000 ઇન્જેક્શન ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે.

national news rajkot gujarat coronavirus covid19