કોરોના વાઇરસનાં ભારતમાં ૧૨૦થી વધુ મ્યુટેશન, ૮ સૌથી વધુ ખતરનાક

20 June, 2021 08:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વેરિઅન્ટના શરૂઆતના રિપોર્ટનાં પરિણામ ખૂબ ચોંકાવનારાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિઅન્ટ પણ છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : (જી.એન.એસ.) સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસનાં ૩૮ કરોડથી વધુ સૅમ્પલની ટેસ્ટ થઈ ચૂકી છે, પરંતુ એમાંથી ફક્ત ૨૮,૦૦૦ની જીનોમ સિક્વેન્સિંગ અત્યાર સુધી થઈ શકી છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાઇરસનાં ૧૨૦થી વધુ મ્યુટેશન અત્યાર સુધી ભારતમાં મળી ચૂક્યાં છે. એમાંથી ૮ સૌથી વધુ ખતરનાક છે. વૈજ્ઞાનિકો અત્યાર સુધી ૧૪ મ્યુટેશનની તપાસમાં લાગ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે ખતરનાક વેરિઅન્ટનાં નામ જણાવ્યાં છે એ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, ઇટા અને લોટા છે. આ બધાં વેરિઅન્ટ દેશમાં મળી ચૂક્યાં છે. આ વેરિઅન્ટમાં કોઈના કેસ વધુ છે તો કોઈના ઓછા છે. સમગ્ર દેશની ૨૮ લૅબમાં એની સિક્વેન્સિંગ ચાલી રહી છે. વેરિઅન્ટના શરૂઆતના રિપોર્ટનાં પરિણામ ખૂબ ચોંકાવનારાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિઅન્ટ પણ છે.

national news new delhi coronavirus covid19