મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો

06 September, 2019 11:34 AM IST  | 

મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો

મોદી સરકાર 2.0ના 100 દિવસ પુરા થઇ ગયા છે. આ 100 દિવસ દરમ્યાન મોદી સરકારે મહત્વના નિર્ણય લીધા છે. જેમાં આર્ટિકલ 370, તીન તલાક, વગેરે જેવા મહત્વના નિર્ણયો લીધા છે. તો તેની સામે મોદી સરકાર સામે મંદીનો સૌથી મોટો પ્રશ્ન પણ ઉભો છે. આ 100 દિવસ દરમ્યાન ઓટો અને બેન્કિંગ સેક્ટર તથા રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી જોવા મળ્યા છે. તો ચા, ડાયમંડ જેવા સેક્ટરમાં પણ નકારાત્મકતા જોવા મળી રહી છે. ઘટતી જતી ડિમાન્ડના કારણે પ્રોડક્શન ઓછુ થઈ રહ્યું છે જેના કારણે લોકોને નોકરી ગુમાવવી પડી છે. સરકારી અને નજીવા ખર્ચમાં વધારો થઈ રહ્યો નથી. હાલમાં જ આવેલા જૂન ત્રિમાસિક રિપોર્ટમાં જીડીપી ગ્રોથ 5 ટકા રહ્યો જે ચિંતાનો વિષય છે.

અત્યારે મંદીનો જે માહોલ છે તેનું મુખ્ય કારણ ઘરેલુ માગો ઓછી થવી, ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો, ઓટો સેક્ટરમાં આવેલી સુસ્તી અને મેનુફેક્ચરિંગમાં ઘટાડો માનવામાં આવી રહ્યું છે. મોદી સરકાર આવનારા 5 વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોચાડવાનો ટાર્ગેટ રાખી રહી છે ત્યારે 5 ટકા જીડીપી સાથે આ લક્ષ્ય મેળવવું અસંભવ લાગી રહ્યું છે. આ લક્ષ્ય મેળવવા ભારતનો જીડીપી રેટ 8 થી 9 ટકા હોવો જોઈએ.

આર્થિક સુસ્તીના મુખ્ય કારણોમાંથી એક દેશનું ઓટો સેક્ટર. હાલ દેશનું ઓટો સેક્ટર રિવર્સ ગિયરમાં ચાલી રહ્યું છે. ગાડીઓ અને અન્ય વાહનોના વેચાણમાં સતત 10માં મહિને ઓગસ્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં કારોના વેચાણમાં 29 ટકા ઘટાડો આવ્યો છે. ઓટો સેક્ટરમાં 10 લાખ નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પહેલા મારૂતિ,

કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધારે 10 કરોડ લોકોને રોજગાર આપનારા ટેક્સટાઈલ સેક્ટરની હાલત પણ ખરાબ છે. નોર્થન ઈન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસેશિએશન અનુસાર રાજ્ય અને કેન્દ્ર જીએસટી અને અન્ય કરોના કારણે ભારતીય યાર્ન વૈશ્વિક માર્કેટમાં પ્રતિસ્પર્ધા યોગ્ય રહી નથી. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ગત વર્ષ કરતા કોટર્ન યાર્નમાં 34.6 ટકાનો ઘટાડો આવ્યો છે. જૂનમાં ઘટાડો 50 ટકાનો હતો.

આ પણ વાંચો: ચિદંબરમે જેલમાં જમીન પર વિતાવી રાત, આવો રહેશે આજનો દિવસ

રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત પણ ગત વર્ષ કરતા ઘણી ખરાબ છે માર્ચ 2019 સુધી ભારતમાં 30 મોટા શહેરોમાં 12 લાખ 80 હજાર મકાન બનીને તૈયાર છે જો કે તેને હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યા નથી. જે ઝડપથી ઘરો બની રહ્યા છે તેનું વેચાણ નથી રહ્યું. બેન્ક અને નોન બેન્કિંગ નાણાકિય ક્ષેત્રમાં આપવામાં આવેલા દેવામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. IL&FSમાં અનિયમિત્તા રહેવા પર નાણાકિય સેક્ટમરમાં મુશ્કેલી તરફ આગળ રહી છે.

narendra modi national news gujarati mid-day