મિશન મૂનઃ પૃથ્વીની અંતિમ કક્ષામાં આજે પહોંચશે ચંદ્રયાન-૨

06 August, 2019 12:50 PM IST  | 

મિશન મૂનઃ પૃથ્વીની અંતિમ કક્ષામાં આજે પહોંચશે ચંદ્રયાન-૨

GSLV MARK-III

ઇસરોએ રવિવારે ચંદ્રયાન-૨થી લીધેલી પૃથ્વીની પહેલી તસવીરો જારી કરી હતી. આ તસવીરોને ચંદ્રયાનમાં લાગેલા એલ-૧૪ કૅમેરાથી લેવામાં આવી છે. તસવીરોને ચંદ્રયાને ૩ ઑગસ્ટે ક્લિક કરી હતી. આ પહેલાં ચંદ્રયાન શુક્રવારે ધરતીની ચોથી કક્ષામાં પહોંચ્યું હતું. આ પછી એ હવે આજે ૨.૩૦થી ૩.૩૦ વાગ્યાની વચ્ચે પૃથ્વીની અંતિમ કક્ષામાં પ્રવેશ કરી જશે.

ઇસરોના પ્રમુખ કે. સિવને જણાવ્યું કે ચંદ્રયાન મારફતે લેવામાં આવેલી તસવીરો અત્યંત સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે તેઓ અત્યાર સુધીમાં થયેલી પ્રગતિથી અત્યંત ખુશ છે. લૈડર દ્વારા લેવામાં આવેલી તસવીરોથી સ્પષ્ટ છે કે જ્યારે તેઓ ચાંદ પર ઊતરશે તો આશા અનુસાર જ કામ કરશે.

આ પણ વાંચો: JNUમાં ફરી વિરોધ, અડધી રાત્રે લાગ્યા 370 વાપસ લાઓના નારા

ઇસરોના સૌથી વધુ શક્તિશાળી રૉકેટ જીએસએલવી માર્ક-થ્રી એમ-૧ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ૨૨ જુલાઈએ ચંદ્રયાન-૨ને લઈને રવાના થયું હતું. આ સાત સપ્ટેમ્બરે ચંદ્રમાની સપાટી પર ઊતરશે. ચંદ્રયાન-૨ ચંદ્ર તરફ ન્યુનતમ ૧૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ અને મહત્તમ ૩ કિલોમીટર પ્રતિ સેકન્ડથી આગળ વધી રહ્યું છે.

isro astrology gujarati mid-day