અર્ધ સૈનિક દળોને મળશે હવાઈ યાત્રાની સુવિધા, મોદી સરકારનો મોટો નિર્ણય

21 February, 2019 04:05 PM IST  |  નવી દિલ્હી

અર્ધ સૈનિક દળોને મળશે હવાઈ યાત્રાની સુવિધા, મોદી સરકારનો મોટો નિર્ણય

ગૃહમંત્રાલયનો સશસ્ત્ર દળો માટે મહત્વનો નિર્ણય

ગૃહમંત્રાલયે દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મૂ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મૂના માર્ગ પર સશસ્ત્ર બળોને હવાઈ માર્ગે સફર કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સશસ્ત્ર દળોના તમામ જવાનો હવેથી હવાઈ માર્ગે જ સફર કરશે.

ગૃહમંત્રાલયના આ નિર્ણયની અસર કેન્દ્રીય સશસ્ત્ર દળોના 7 લાખ 80 હજાર જવાનો પર પડશે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASIનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેન્કના અધિકારીઓ પહેલા હવાઈ મુસાફરી કરવા માટે એલિજિબલ નહોતા. ગૃહમંત્રાલયનો આ નિર્ણય જવાનો જ્યારે ફરજ પર હોય અને અને રજા પર જતા હશે ત્યારે લાગુ પડશે. એટલે કે જ્યારે જમ્મૂ કશ્મીરથી ઘરે રજા પર જતા હશે ત્યારે અને પાછા ફરશે ત્યારે પણ તેમને આ સુવિધા મળશે.

આ પણ વાંચોઃ જ્યારે દેશ શહીદોના શબના ટુકડા વીણી રહ્યો'તો, મોદી ચા-નાસ્તો કરતા'તા: કોંગ્રેસ

પુલવામા હુમલા બાદ
પુલવામાના અવંતિપોરામાં CRPFના જવાનો જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદે કરેલા આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. જે બાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે. 

home ministry pulwama district jammu and kashmir