છોકરીઓની લગ્ન કરવાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઈએ

16 August, 2019 12:27 PM IST  |  નવી દિલ્હી

છોકરીઓની લગ્ન કરવાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઈએ

સુપ્રીમ કોર્ટ

ભાજપ નેતા અશ્વિન ઉપાધ્યાયએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી છે કે, છોકરીઓની લગ્ન કરવાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઇએ. અરજીમાં તેમણે ભારત સરકારનો પણ સમાવેશ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, છોકરાઓની તુલનામાં છોકરીઓની ઉંમરના ઓછા વર્ષ રાખવા એ બંધારણમાંથી મળેલી સમાનતા, સ્વતંત્રતા અને ગરીમાપૂર્ણ જીવન માટેના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

ઉપાધ્યાયએ અરજીમાં જણાવ્યું હતુ કે, અત્યારે છોકરાઓની લગ્નની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ છે, જ્યારે છોકરીઓની ઉંમર ૧૮ વર્ષ છે. આખરે આનો આધાર પિતૃસત્તાત્મક વિચાર છે, જે છોકરીઓને આત્મનિર્ભર બનવા માટે બાધારૂપ છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, કોઇ વૈજ્ઞાનિક કારણ જાણ્યા વિના જ છોકરીઓ માટે ઉંમરની સીમા નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે, છોકરીઓ માટે નક્કી થયેલી લગ્નની ઓછી ઉંમર એ ગ્લોબલ ટ્રેન્ડ્રસના વિરુદ્ધ છે. એનાથી સંવિધાનની કલમ ૧૪, ૧૫ અને ૨૧નું ઉલ્લંઘન થાય છે. દુનિયાના ૧૨૫ દેશમાં સ્ત્રી અને પુરુષની લગ્નની ઉંમર સમાન છે. ભારતમાં સમયાંતરે આ સુધારાની માગ ઉઠી છે.

supreme court new delhi