MCD Election 2022: મતદાર યાદીમાંથી ગુલ થયું કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નામ

04 December, 2022 01:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અનિલ ચૌધરીએ કહ્યું કે અન્ય લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના નામ મતદાર યાદીમાં નથી

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં MCD ચૂંટણી 2022 મતે કુલ 250 વોર્ડમાં મતદાન ચાલી રહ્યું છે. કૉંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતપોતાની જીતનો દાવો કરી રહી છે. આ દરમિયાન દિલ્હી કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી (Anil Chaudhary)નું નામ મતદાર યાદીમાં નથી. તેમનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ગયું છે.

અનિલ ચૌધરીએ મતદાર યાદીમાંથી પોતાનું નામ બાકાત કરવા અંગે કહ્યું હતું કે, "મારું નામ મતદાર યાદીમાં નથી, હું જે બૂથ પર છું ત્યાં મારું નામ નથી. જ્યાં સુધી કોઈ અધિકારી ન આવે ત્યાં સુધી કંઈ કરી શકાય નહીં. હું મારુ નામ શોધવાનો પ્રયત્ન કરું છું.” અનિલ ચૌધરીએ કહ્યું કે અન્ય લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના નામ મતદાર યાદીમાં નથી.

કાલકાજી મંદિરની મુલાકાત લીધી

તે જ સમયે, MCD ચૂંટણીમાં મતદાનની વચ્ચે અનિલ ચૌધરી પોતાની પત્ની સાથે દિલ્હીના કાલકાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ટ્વીટ કરીને આ અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે, “આજે મતદાન કરતાં પહેલાં મારી પત્ની સાથે મેં કાલકા માના દર્શન કર્યા અને તમામ દિલ્હીવાસીઓની સમૃદ્ધિની પ્રાર્થના કરી.”

આ પણ વાંચો: શિમલાથી લઈને સુરત સુધીનાં શહેરોના લોકોએ મતદાન માટે ઉદાસીનતા દાખવી

પ્રદૂષણ મુક્ત કૉર્પોરેશન માટે મત આપો

કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ લોકોને અપીલ કરતાં વધુ એક ટ્વિટ કર્યું, જેમાં તેમણે કહ્યું કે, "ભ્રષ્ટાચાર મુક્ત, ડ્રગ મુક્ત, પ્રદૂષણ મુક્ત, કચરા મુક્ત, દેવા મુક્ત, લેણદાર માફિયા મુક્ત મહાનગર પાલિકા બનાવવા માટે આજે જ મતદાન કરો! ધ્યાનમાં રાખો, શું તમે હવા, પાણી, શહેર, સમાજ, રાજકારણ પ્રદૂષિત કરનારાઓને તો મત નથી આપી રહ્યા! પ્રદૂષિત દિલ્હીને `શાઈનિંગ દિલ્હી` બનાવવા માટે મત આપો.”

national news new delhi delhi police