ગજરો પહેરીને ઍરપોર્ટ પર જવાનું એક લાખ રૂપિયામાં પડ્યું

08 September, 2025 01:40 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

નવ્યા અસોસિએશન ઑફ વિક્ટોરિયા દ્વારા આયોજિત ઓણમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઑસ્ટ્રેલિયા જઈ રહી હતી. ટ્રેડિશનલ કાર્યક્રમ હોવાથી તે પરંપરાગત સાડી અને માથે લાંબો ગજરો પહેરીને ગઈ હતી

મલયાલી અભિનેત્રી નવ્યા નાયર

મલયાલી અભિનેત્રી નવ્યા નાયર ચમેલીના ફૂલનો ગજરો પહેરીને ઍર ટ્રાવેલ કરી રહી હતી. એકદમ સામાન્ય લાગતી આ બાબત માટે ઑસ્ટ્રેલિયામાં તેણે એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. નવ્યા અસોસિએશન ઑફ વિક્ટોરિયા દ્વારા આયોજિત ઓણમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઑસ્ટ્રેલિયા જઈ રહી હતી. ટ્રેડિશનલ કાર્યક્રમ હોવાથી તે પરંપરાગત સાડી અને માથે લાંબો ગજરો પહેરીને ગઈ હતી. જોકે મેલબર્ન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તેને ગજરાને કારણે રોકવામાં આવી અને ૧૫ સેન્ટિમીટર લાંબા ફૂલોના ગજરા માટે એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. નવ્યા કહે છે, ‘હું અહીં આવવા નીકળી ત્યારે મારા પપ્પાએ મને ચમેલીનો ગજરો ખરીદી આપ્યો હતો. તેમણે એને બે ભાગમાં કાપીને મને આપ્યો. એક મેં પહેરી લીધો અને બીજો હૅન્ડબૅગમાં રાખ્યો જેથી આગળ પહોંચ્યા પછી હું એ બદલી શકું. મને ખબર નહોતી કે ફૂલોનો ગજરો રાખવો ગેરકાનૂની છે.’

આ માટે તેણે ૧૯૮૦ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ ૧.૧ લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

australia melbourne international news news entertainment news festivals world news offbeat news social media