વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું ઘેરું દુઃખ

30 January, 2025 11:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નિક પ્રશાસન પીડિતોની તમામ પ્રકારની સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે. આ મુદ્દે મેં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે અને લગાતાર હું રાજ્ય સરકારના સંપર્કમાં છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પ્રયાગરાજમાં થયેલી નાસભાગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે ‘પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ છે એ અત્યંત દુખદ છે. એમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. એની સાથે જ હું તમામ ઘાયલો જલદી સાજા થઈ જાય એવી કામના કરું છું. સ્થાનિક પ્રશાસન પીડિતોની તમામ પ્રકારની સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે. આ મુદ્દે મેં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે અને લગાતાર હું રાજ્ય સરકારના સંપર્કમાં છું.’

 

સરસ્વતી પૂજાની તૈયારી

ગઈ કાલે અમ્રિતસરમાં સરસ્વતી દેવીની મૂર્તિઓને આખરી ઓપ આપતાં કલાકારો. બીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી છે અને દિવસે થતી સરસ્વતી પૂજા માટે મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

narendra modi yogi adityanath kumbh mela prayagraj uttar pradesh twitter social media national news news