નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતી 1200 મહિલાઓ સામે કેસ દાખલ

24 January, 2020 12:07 PM IST  |  Lucknow

નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતી 1200 મહિલાઓ સામે કેસ દાખલ

સુપ્રીમ કોર્ટ

નાગરિકતા સંશોધન બિલ અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના વિરુદ્ધ ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પ્રદર્શન હજી ચાલુ છે. તો આ પ્રદર્શનકારીઓને લઈ યોગી સરકારે એક્શન લેવાનું શરૂ કર્યું છે. રાજ્યભરમાં લગભગ ૧૨૦૦ વિરોધ કરનારાઓ વિરુદ્ધ કલમ ૧૪૪નું ઉલ્લઘન કેસ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથ સરકારે અલીગઢમાં ૬૦ મહિલાઓ, પ્રયાગરાજમાં ૩૦૦ મહિલાઓ, ઇટાવામાં ૨૦૦ મહિલાઓ અને ૭૦૦ પુરુષો વિરુદ્ધ કેસ નોંધ્યા છે. આ કેસ નોંધાયા બાદ પણ લખનઉના ઘંટાઘરથી પ્રયાગરાજમાં મન્સૂર અલી પાર્ક સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ છે. રાયબરેલીના ટાઉનહોલમાં પણ મુસ્લિમ મહિલાઓ વિરોધ-પ્રદર્શન કરી રહી છે.

આ દરમ્યાન ઘંટાઘર ખાતે નાગરિકતા સુધારો અધિનિયમનો વિરોધ કરી રહેલી મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા માટે યુપી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પ્રમુખ વસીમ રિઝવી વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

છેલ્લા એક અઠવાડિયાથી લખનઉ ખાતે મહિલાઓનો વિરોધ ચાલી રહ્યો છે. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓ સામે કડકાઈ રાખી અને કેસ દાખલ કર્યો છે. યુપી પોલીસે બે દિવસ પહેલાં લખનઉમાં ત્રણ કેસ દાખલ કર્યા હતા. તેમાં જાણીતા કવિ મુનાવર રાણાની બે પુત્રીનાં નામ પણ સામેલ છે.

આ પણ વાંચો : આસામમાં 644 ઉગ્રવાદીઓનું સામૂહિક આત્મસમર્પણ

યુપી, કાનપુર, ઇટાહ, ઇટાવા, અલીગઢમાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે. મહિલાઓનું કહેવું છે કે જ્યાં સુધી નાગરિકતા કાયદાને મોદી સરકાર પરત નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

supreme court nrc caa 2019 national news