વીજળીના તારમાં ફસાઈને પ્રાઇવેટ પ્લેન ક્રૅશ

28 August, 2019 11:08 AM IST  |  લખનઉ

વીજળીના તારમાં ફસાઈને પ્રાઇવેટ પ્લેન ક્રૅશ

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચાર્ટર કંપનીનું પ્રાઇવેટ પ્લેન ક્રૅશ થઈ ગયું છે. મંગળવારે ધનીપુર એર-વેમાં થયેલી આ દુર્ઘટનામાં દરેક-૬ યાત્રીઓ સુરક્ષિત છે. માનવામાં આવે છે કે લૅન્ડિંગ દરમ્યાન વીજળીના તારમાં ફસાઈને વિમાન જમીન પર પડી ગયું હતું. આ વિમાન અલીગઢ મેઈન્ટેનન્સ માટે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે ખાનગી એવિયેશન કંપનીના પ્લેનના સમારકામ માટે એન્જિનિયરિંગની ટીમ દિલ્હીથી પ્લેન દ્વારા અલીગઢ આવી રહી હતી. પ્લેન અલીગઢના ધનીપુર એરપોર્ટ પર લૅન્ડ થઈ રહ્યું હતું તે સમયે જ વીજળીના તારમાં ફસાઈ ગયું હતું. પ્લેનમાં ચાર એન્જિનિયરની સાથે ૨ પાઇલટ પણ હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ૬ લોકો સુરક્ષિત છે.

આ પણ વાંચો : બીજાને ચોર કહેનારાને જનતાએ સબક શીખવાડ્યો: સીતારમણ

સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે સવારે પ્લેન લૅન્ડિંગ દરમ્યાન ૩૩ હજાર વૉલ્ટેજ વીજળીના તારમાં ફસાઈ ગયું હતું ત્યાર પછી પ્લેનમાં આગ લાગી ગઈ હતી. પ્લેનમાં બેઠેલા યાત્રીઓએ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. પ્લેનમાં બે પાઇલટ સહિત ૬ લોકો હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા.

uttar pradesh national news