Election Result:મતગણતરી કેન્દ્રમાં જ કોંગ્રેસના નેતાને આવ્યો હાર્ટએટેક

23 May, 2019 01:13 PM IST  |  ભોપાલ

Election Result:મતગણતરી કેન્દ્રમાં જ કોંગ્રેસના નેતાને આવ્યો હાર્ટએટેક

કોંગ્રેસના નેતા રતનસિંહ

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. ભાજપને 2014 કરતા પણ વધુ બહુમતી મળતી દેખાઈ રહી છે. એક તરફ ભાજપના કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે, બીજી તરફ હારને કારણે કોંગ્રેસના ખેમામાં ગમનો માહોલ છે. જો કે ભોપાલમાં કોંગ્રેસ માટે દુઃખદાયક સમાચાર આવ્યા છે. ભોપાલમાં સેહોર જિલ્લા પ્રમુખ રતનસિંહને મતગણતરી કેન્દ્રમાં જ હાર્ટ એટેક આવ્યો છે. ગુરુવારે મતગણતરી દરમિયાન રતનસિંહનું મતગણતરી સેન્ટરમાં જ નિધન થયું છે.

રતનસિંહ મતગણતરી સેન્ટરમાં કોંગ્રેસ તરફથી નેતા તરીકે હાજર હતા. તેઓ મતગણતરી પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન જ તેમને છાતીમાં જબરજસ્ત દુખાવો ઉપડ્યો અને મતગણતરી સેન્ટરમાં જ તેઓ પડી ગયા. બાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

આ પણ વાંચોઃ Election Result: લો મેં આ ગયા, જુઓ ઈલેક્શન પર મીમ્સની મજા

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની રાહ મુશ્કેલ દેખાઈ રહી છે. હાલના ટ્રેન્ડ્સ પ્રમાણે તો ભાજપ 2014 કરતા પણ વધુ બહુમતીથી જીત તરફ આગળ વધી રહ્યો છે.

Election 2019 national news bhopal congress