દેશ ગાળભક્તિથી નહીં, રાષ્ટ્રભક્તિથી ચાલશે : મોદી

14 May, 2019 08:31 AM IST  |  રતલામ | (જી.એન.એસ.)

દેશ ગાળભક્તિથી નહીં, રાષ્ટ્રભક્તિથી ચાલશે : મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદીએ સોમવારે મધ્ય પ્રદેશના રતલામમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે કૉંગ્રેસ મહામિલાવટી ૧૯૮૪નાં રમખાણ, ભગવા આતંકવાદ અને કૌભાંડ પર નિર્લજ્જતાથી કહે છે કે જે થયું એ થયું. આ કૉંગ્રેસનું અભિમાન છે. પરંતુ હું કહું છું કે ગરીબોની સાથેની ગંદી મજાક ઘણી થઈ. મોદીએ ભોપાલના કૉંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે મતદાન ન કરતાં તેમના પર કટાક્ષ કર્યો હતો. તેમણે પૂછ્યું, આનાથી યુવાનોમાં શું સંદેશો જાય છે? મોદીએ કહ્યું, રતલામ મહાન ક્રાન્તિકારી ચંદ્રશેખર આઝાદની ભૂમિ છે. તેમના સંસ્કાર છે કે આપણે મા ભારતીને વંદન કરીને કામની શરૂઆત કરીએ છીએ, પરંતુ કૉંગ્રેસને ભારત માતાની જય બોલવામાં તકલીફ પડે છે. માત્ર મને ગાળો આપવામાં જ તેમને ખુશી મળે છે. દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી? નામદાર ભાષણની શરૂઆત જ ગાળોથી કરે છે. નામદાર લોકો વૉરશિપનો ઉપયોગ પરિવારની પિકનિક માટે કરે છે. પછી તેઓ કહે છે કે જે થયું એ થયું.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કૉંગ્રેસનું અભિમાન કાલે ભોપાલમાં જોવા મYયું હતું. દેશના લાખો લોકો મતદાન કરી રહ્યા હતા, રાષ્ટ્રપતિ પણ ગયા હતા. પરંતુ દિગ્ગી રાજાને લોકતંત્રની કંઈ જ પડી નથી. તેમણે મતદાન કરવાનું પણ ઉચિત ન સમજ્યું. મોદીએ કહ્યું કે બની શકે છે કે તમને ત્યાંનો કોઈ ઉમેદવાર ન ગમતો હોય, ઘરેલુ કંકાસ હોય. પણ જવું તો જોઈએ. દિગ્વિજય સિંહ, આટલું કેમ ડરી ગયા? તમે તો ઝાકિર નાઇકથી પણ નથી ડરતા તો પછી તમને તમારા વિસ્તારના લોકોનો આટલો ભય કેમ છે? યુવાનોને તમે શું સંદેશ આપ્યો?

આ પણ વાંચો : તમે જોયા વડાપ્રધાન મોદીના હમશકલને? આવી છે તેમની લાઈફ

મોદીએ કહ્યું, કૉંગ્રેસના શાસનમાં દેશમાં દર બીજા દિવસે બૉમ્બ-વિસ્ફોટ થતા હતા. પરંતુ તેઓ કહેતા કે થઈ ગયું હવે. બોફોર્સ, સબમરીન અન હેલિકૉપ્ટર કૌભાંડ તેમનો એક જ જવાબ હોય છે. તેમના રાજમાં સેનાને બુલેટપ્રૂફ જૅકેટ પણ મળી શકતું નહોતું. આ તમામ બાબતે જો કૉંગ્રેસને સવાલો કરવામાં આવે તો એક જ જવાબ મળશે, જે થયું એ થયું, હવે શું. કૉંગ્રેસના આવા જ વિચારોના કારણે દેશને મોટું નુકસાન થયું છે. કૉંગ્રેસે દેવામાફીની વાતો કરીને મધ્ય પ્રદેશના ખેડૂતોને છેતર્યા છે. શું તમે એને ફરીથી છેતરવાની તક આપશો?

narendra modi national news digvijaya singh