ચૂંટણી પહેલા ફંદા પર લટકતો મળ્યો બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ, હત્યાનો આરોપ

26 April, 2024 12:43 PM IST  |  West Bengal | Gujarati Mid-day Online Correspondent

બીજેપી કાર્યકર્તાની લાશ મળવાથી વિવાદ ખડો થયો છે. ટીએમસી કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ મૂકાયો છે. પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. જણાવવાનું કે દાર્જિલિંગ રાયગંજ અને બાલુરઘાટ સીટ પર મતદાન થઈ રહ્યું છે.

ફાંસીનો ફંદો દર્શાવતી પ્રતીકાત્મક તસવીર

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પૂર્વ મેદિનીપુરમાં બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો. બીજેપી કાર્યકર્તાની લાશ મળવાથી વિવાદ ખડો થયો છે. ટીએમસી કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ મૂકાયો છે. પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. જણાવવાનું કે દાર્જિલિંગ રાયગંજ અને બાલુરઘાટ સીટ પર મતદાન થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના બીજા ચરણ માટે ત્રણ સીટ પર મતદાન ચાલું છે. ચૂંટણી વચ્ચે પૂર્વ મેદિનીપુર જિલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. અહીં બીજેપીના એક કાર્યકર્તાનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો  છે. બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યા બાદ વિવાદ ખડો થઈ ગયો છે.

પરિવારજનોએ મૂક્યો હત્યાનો આરોપ
બીજેપી કાર્યકરની ઓળખ દીનબંધુ મડ્યા તરીકે થઈ છે. તે મોયના ગામના રહેવાસી હતા. પરિવારજનોનું કહેવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. TMC કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ છે. (Lok Sabha Election 2024)

હત્યા પહેલા અપહરણનો દાવો
બીજેપી નેતાઓએ કહ્યું કે દીનબંધુનું હત્યા પહેલા બુધવારે અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે ગુરુવારે મોડી રાત્રે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, તૃણમૂલે આ આરોપોને ફગાવી દીધા છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

કઈ ત્રણ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન?
Lok Sabha Election 2024: રાજ્યની ત્રણ લોકસભા સીટો દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટ પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોયનામાંથી એક બીજેપી કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો છે. પૂર્વ મેદિનીપુરમાં છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ તે પહેલા જ ભાજપના કાર્યકરની લાશ મળી આવતા મામલો ગરમાયો છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કામાં ૧૭ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર આશરે ૬૦ ટકા મતદાન થયું હતું અને સાંજે ૬ વાગ્યાના આંકડા અનુસાર ત્રિપુરામાં સૌથી વધુ ૭૯.૯૦ ટકા મતદાન થયું હતું. ત્રિપુરા બાદ બીજા નંબરે પશ્ચિમ બંગાળમાં ૭૭.૫૭ ટકા અને ત્રીજા નંબરે પૉન્ડિચેરીમાં ૭૩.૨૫ ટકા મતદાન થયું હતું. જોકે સૌથી ઓછું ૪૭.૪૯ ટકા મતદાન બિહારમાં નોંધાયું હતું. મણિપુર અને પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ બની હતી. ૨૦૧૯માં પહેલા તબક્કાની ૯૧ બેઠકો પર ૬૯.૫૮ ટકા મતદાન થયું હતું.

હિંસાની ઘટના
પશ્ચિમ બંગાળમાં કૂચ બિહાર બેઠક પર બંગાળની સત્તાધારી તૃણમૂલ કૉન્ગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી અને બેઉ પાર્ટીએ એકબીજાના કાર્યકરોને માર્યા હતા. કેટલાક સ્થળે મતદાન માટે નીકળેલા મતદારોને ધમકાવવામાં આવ્યા હોવાની ઘટના પણ બની હતી.

west bengal bharatiya janata party trinamool congress Lok Sabha Election 2024 Lok Sabha national news