શિયાળુ સત્રમાં કોંગ્રેસનો હોબાળો, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગીત

25 November, 2019 12:34 PM IST  |  New Delhi

શિયાળુ સત્રમાં કોંગ્રેસનો હોબાળો, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગીત

લોકસભામાં કોંગ્રાસનો હંગામો (PC : ANI)

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ સરકાર રચવાના મુદ્રે સોમવારે સંસદમાં શિયાળુ સત્રમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ‘સંવિધાન કી હત્યા બંધ કરો’ ના નારા પણ લગાવાયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું ગૃહમાં સવાલ પુછવા માંગું છું પણ જ્યારે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ ગઈ છે તો તેને પુછવાનો કોઈ અર્થ નથી.’


રાજ્યપાલના નિર્ણયને પડકારનારી શિવસેના, કોંગ્રેસ અને NCPની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે બીજા દિવસે પણ સુનાવણી કરશે. કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યપાલ માટે ભાજપ-NCP ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ પત્ર અને ફડણવીસ દ્વારા આપવામાં આવેલા તેમના સમર્થક ધારાસભ્યોના પત્રને સોમવારે સવારે 10.30 વાગ્યે રજુ કરવા માટે કહ્યું છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

લોકસભામાં માર્શલ, સાંસદો વચ્ચે થઇ ધક્કામુક્કી
કેરળથી કોંગ્રેસ સાંસગ હિબીહેડને લોકસભામાં માર્શલ સાથે ધક્કામુક્કી કરી હતી. આ મુદ્રે મનીષ તિવારીએ કહ્યું કે સંસદ માટે ખરાબ દિવસ કારણે કે આ પહેલા ક્યારેય સાંસદો પર માર્શલોએ હાથ ઉપાડ્યો નથી. આ ઉપરાંત મહિલા સાંસદો સાથે પણ ગેરવર્ણતૂક કરવામાં આવી તે ખુબ જ નિંદનીય છે. જેને પગલે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષે વિરોધ કરી રહેલા નેતાઓને બહાર જવાના આદેશ કર્યા. લોકસભામાં રાહુલ બોલ્યા મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ છે. સંસદ પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

national news congress Lok Sabha