કર્ણાટકમાં રાજકારણીય નાટક ખતમ, કુમારસ્વામીની સરકાર પડી

23 July, 2019 08:55 PM IST  | 

કર્ણાટકમાં રાજકારણીય નાટક ખતમ, કુમારસ્વામીની સરકાર પડી

કુમારસ્વામીની પડી સરકાર

કર્ણાટકમાં ઘણા દિવસથી ચાલી રહેલા રાજકારણીય નાટકનો આખરે અંત આવ્યો છે. 14 મહિના જૂની કુમારસ્વામીની સરકાર આખરે વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ રહી હતી અને સરકાર પડી ગઈ છે. મંગળવાર સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવના વોટિંગમાં સદનમાં કુલ હાજર 204 ધારાસભ્યો પૈકી સત્તા પક્ષને માત્ર 99 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના પક્ષમાં 105 મત પડ્યા હતા.

 

વિશ્વાસ મતમાં જીત પછી ભાજપના ધારાસભ્યો વિક્ટ્રી સાઈન દર્શાવતા જોવા મળ્યા હતા. કુમારસ્વામીની સરકાર પડતા ટૂંક સમયમાં જ રાજીનામું આપશે. રાજીનામાં પછી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. સરકાર પડ્યા પછી ભાજપ ધારાસભ્યોએ યેદિયુરપ્પાને શુભેચ્છાઓ પાઠવી હતી. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, આ લોકતંત્રની જીત છે.લોકો કુમારસ્વામી સરકારથી કંટાળી ગયા હતાં. હવે વિકાસના નવા યુગની શરૂઆત થઈ હતી.' યેદિયુરપ્પાએ સૌથી પહેલા ખેડૂતો માટે કામ કરવાનું નક્કી કર્યું છે અને તેમની સમસ્યાઓનું નિવારણ લાવવા વચન આપ્યું છે.

આ પણ વાંચો: લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો ભગવો,જીતુ વાધાણીએ કર્યું BJPમાં સ્વાગત

ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ તો સત્તા પક્ષના મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા. આ અંગે સ્પીકરે નારાજગી જાહેર કરી. સ્પીકરે પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો જેમાં તેઓએ માગ કરી કે તેમને મુલાકાત માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવે. સ્પીકરે આ ધારાસભ્યોને સોમવારે મળવાની નોટિસ આપી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે.

national news gujarati mid-day