Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો ભગવો,જીતુ વાધાણીએ કર્યું BJPમાં સ્વાગત

લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો ભગવો,જીતુ વાધાણીએ કર્યું BJPમાં સ્વાગત

23 July, 2019 07:47 PM IST |

લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો ભગવો,જીતુ વાધાણીએ કર્યું BJPમાં સ્વાગત

 કિંજલ દવેએ ધારણ કર્યો ભગવો

કિંજલ દવેએ ધારણ કર્યો ભગવો


જાણીતી લોક કલાકાર ગાયિકા 'ચાર ચાર બંગડી...' થી ફેમસ થયેલી કિંજલ દવેએ કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપમાં જોડાઈ છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણીને મળ્યા હતાં . ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કિંજલ દવેને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં તેમનું સ્વાગત કર્યું છે. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.



કિંજલ દવેએ જોડાયા પછી સોશિયલ મીડિયા પર ફોટોઝ શૅર કર્યા હતા અને લખ્યું હતું કે, કમળ અને વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી જ દેશની 125 કરોડ જનતાના હૃદયમાં છે ત્યારે ભાજપના સદસ્યતા અભિયાન હું કિંજલ દવે આજે શ્રી કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના હાથે ભાજપનો ખેસ ધારણ કરી મારુ સભ્યપદ સદસ્યતા અભિયાનમાં નોંધાયું છે હું પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આદરણીય શ્રી ભરતભાઇ પંડયાનો આભાર માનું છું તેમજ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત તમામ મારા ચાહકો અને મિત્રો ને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કરું છું. ગુજરાતી લેરી લાલા ના આશીર્વાદ હંમેશા અમારી પર રહે તેવી આશા સાથે ધન્યવાદ.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 07:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK