Kulbhushan Jadhav: આંતરરાષ્ટ્રીય કોર્ટ આજે આપશે ચુકાદો

17 July, 2019 09:35 AM IST  |  હેગ

Kulbhushan Jadhav: આંતરરાષ્ટ્રીય કોર્ટ આજે આપશે ચુકાદો

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાને આપેલી મૃત્યુદંડની સજા પર આજે આંતરરાષ્ટ્રીય કોર્ટ ચુકાદો આપશે. લાંબા સમયથી પાકિસ્તાનમાં કેદ કુલભૂષણ જાધવનો મુદ્દો આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો હતો. ભારતે 2017ના મે મહિનામાં ICJ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં પાકિસ્તાન પર કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ ન અપાયું હોવાનો આરોપ હતો. જે બાદ આંતરરાષ્ટ્રીય અદાલતે 18 મે 2017ના રોજ પાકિસ્તાન પર જાધવને લઈ કોઈ પણ પગલાં લેવા પર રોક લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લે ICJએ આ મામલે ફેબ્રુઆરીમાં 4 દિવસ સુધી સુનાવણી કરી હતી. જેમાં ભારતે બે બાબતોને આધાર બનાવી હતી. વિયેના કરાર અંતર્ગત કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ અને કેસ નિપટાવવાની વાત કહેવામાં આવી હતી.

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપશે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. જેમાં ભારતે કુલભૂષણ જાધવની સજા રદ કરવાની માગ કરી હતી. ભારતની રજૂઆતમાં કહેવાયું હતું કે કુલબૂષણ જાધવ પૂર્વ નેવી અધિકારી છે અને હાલ તેઓ બિઝનેસ કરે છે.

જો કે પાકિસ્તાને કુલભૂષણ જાધવ બિઝનેસમેન નહીં પણ જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમની સેનાએ 3 માર્ચ 2016ના બલુચિસ્ચાનથી જાધવની ધરપકડ કરી હતી. તેઓ ઇરાનથી પાકિસ્તાનમાં દાખલ થયા હતા.

આ પણ વાંચોઃ Assam Flood: પૂરને કારણે જીવન-મરણનો જંગ લડી રહ્યા છે લોકો, 43 લાખ લોકોને અસર

બીજી તરફ ભારતે જાધવને કિડનેપ કરાયા હોવાનો દાવો કર્યો છે. ભારતની રજૂાત પ્રમાણે નેવીથી રિટાયર થયા બાદ બિઝનેસ કરવાની પ્રયત્નમાં હતા. પાકિસ્તાને આઇસીજે સમક્ષ કરેલી ભારતની અરજીને નકારી દીધી હતી. ભારતે તેમાં જાધવ માટે કાઉન્સિલર એક્સેસની માગ કરી હતી. પાક.નો દાવો હતો કે ભારત તેના જાસૂસ પાસેથી સૂચનાઓ મેળવવા માગે છે.

india pakistan international court of justice