મમતાએ મોદીને કહ્યું, ‘તબીબી સાધનો, દવાઓના ટૅક્સ રદ કરો’

10 May, 2021 02:05 PM IST  |  Kolkata | Agency

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કોવિડ-19 મહામારી સામેની લડતમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને ઉપકરણો પરથી તમામ પ્રકારના ટૅક્સ અને કસ્ટમ્સ ડ્યુટી માફ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી.

મમતા બૅનરજી અને નરેન્દ્ર મોદી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કોવિડ-19 મહામારી સામેની લડતમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને ઉપકરણો પરથી તમામ પ્રકારના ટૅક્સ અને કસ્ટમ્સ ડ્યુટી માફ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. 

મમતા બૅનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આરોગ્ય માળખાને મજબૂત કરવા તેમ જ કોવિડ-19 પેશન્ટની સારવાર માટે ઉપકરણો, દવાઓ અને ઑક્સિજનની સપ્લાય વધારવા વિનંતી કરી હતી.  

ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ, સિલિન્ડર્સ, કન્ટેઇનર્સ તેમ જ કોવિડ-19માં લાગતી દવાઓનું દાન કરવા આગળ આવેલી સંસ્થાઓ, વ્યક્તિઓ અને એજન્સીઓએ કસ્ટમ્સ ડ્યુટી, એસજીએસટી, સીજીએસટી અને આઇજીએસટીમાં રાહત આપવાની માગણી કરી હોવાનું તેમણે નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

national news kolkata west bengal narendra modi mamata banerjee