કલકત્તામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે રથનાં ટાયર ફાઇટર પ્લેન સુખોઈનાં

02 June, 2025 07:51 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે શરૂ થાય છે અને યાત્રા શુક્લ પક્ષની અગિયારસે જગન્નાથજીના પાછા ફરવા સાથે સમાપ્ત થાય છે.

રથનાં ટાયર ફાઇટર પ્લેન સુખોઈનાં

ઇસ્કૉન દ્વારા કલકત્તામાં ૨૭ જૂને યોજાનારી પ્રખ્યાત રથયાત્રામાં આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઇટર પ્લેનનાં ટાયર પર સવારી કરીને આગળ વધશે. ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે શરૂ થાય છે અને યાત્રા શુક્લ પક્ષની અગિયારસે જગન્નાથજીના પાછા ફરવા સાથે સમાપ્ત થાય છે.

અગાઉ બોઇંગ પ્લેનનાં ટાયરની મદદથી રથ ખેંચવામાં આવતો હતો. બોઇંગનાં ટાયર ખૂબ જૂનાં હતાં જેને કારણે છેલ્લાં ૧૫ વર્ષથી બોઇંગનાં ટાયરનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું હતું. સુખોઈના ટાયરનો વ્યાસ બોઇંગના ટાયર જેવો જ છે જેને કારણે આ વર્ષે સુખોઈનાં ટાયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

iskcon kolkata religion religious places culture news Rathyatra festivals national news news