જસ્ટિસ એસ એ બોબડે હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ..

29 October, 2019 03:01 PM IST  |  નવી દિલ્હી

જસ્ટિસ એસ એ બોબડે હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ..

જસ્ટિસ બોબડે

રાષ્ટ્રપતિના આ નિર્ણય પહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ નિયમ અનુસાર જસ્ટિસ બોબડેને આગામી મુખ્ય ન્યાયાધીશ બનાવવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂર કર્યો છે. મહત્વનું છે કે રામ જન્મભૂમિ મામલે સુનાવણી કરવા માટે જે પાંચ જજની બેચ બનાવવામાં આવી છે તેમાં જસ્ટી એસ એ બોબડે પણ સામેલ છે.

જાણો જસ્ટીસ એસ એ બોબડેને
- જસ્ટિસ એસ એ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956ના દિવસે નાગપુરમાં થયો હતો.
- તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને એલએલબીની ડિગ્રી મેળવી છે.
- જસ્ટિસ એસ એ બોબડેએ વર્ષ 1978માં બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર જૉઈન કર્યું હતું. તેઓ 1998માં દેશના વરિષ્ઠ વકીલ બન્યા હતા.
- વર્ષ 2000માં જસ્ટિસ બોબડેએ બૉમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
- તેઓ આગળ જઈને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.
- વર્ષ 2013માં તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કમાન સંભાળી.
- તેઓ 23 એપ્રિલ 2021ના દિવસે સેના નિવૃત થશે.
- જસ્ટિસ બોબડે આધાર, વાયુ પ્રદૂષણ અને ફટાકડા પર પ્રતિબંધ જેવા નિર્ણયો મામલે મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાને લઈને 1995નો ફૉર્મ્યૂલા થઈ શકે છે લાગૂ

રંજન ગોગોઈનો કાર્યકાળ
વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તેમના કાર્ય કાળમાં અયોધ્યા-બાબરી મસ્જિત વિવાદ અને એનઆરસી જેવા ઐતિહાસિક મામલાની અધ્યક્ષતા કરી છે અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ પરંપરા અનુસાર સરાકરને પત્ર લખીને પોતાના ઉતરાધિકારી તરીકે જસ્ટિસ બોબડેનું નામ મોકલ્યું હતું.

supreme court ram nath kovind national news