મહારાષ્ટ્રમાં સત્તાને લઈને 1995નો ફૉર્મ્યૂલા થઈ શકે છે લાગૂ

Published: Oct 29, 2019, 11:19 IST | મુંબઈ

મહારાષ્ટ્રમાં પરિણામો આવ્યા બાદ સત્તાને લઈને ખેંચતાણ યથાવત છે. શિવસેના 50-50 ફૉર્મ્યૂલાની માંગણી કરી રહી છે.

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે
દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે

શિવસેના હાલ સત્તા માટે 50-50 ફૉમ્યૂલાની માંગણી કરી રહી છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુંબઈ આવશે તે બાદ બંને દળો વચ્ચે 1995ના ફૉર્મ્યૂલા પર વાત થઈ શકે છે. જેના અનુસાર વધુ બેઠક મેળવનાર પક્ષનો મુખ્યમંત્રી હોય અને ઓછી બેઠક મેળવનાર પક્ષમાંથી નાયબ મુખ્યમંત્રી.

ગુરૂવારે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ જ શિવસેના 50-50ના ફૉર્મ્યૂલા પર અઢી વર્ષ માટે તેમના પક્ષના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી ચુકી છે. શિવસેના પ્રમુખ સંજય રાઉત કહી રહ્યા છે કે આ વખતે સત્તાનું રિમોટ ઉદ્ધવ ઠાકરે પાસે હશે. ખુદ ઉદ્ધવ ઠાકરે પણ કહી ચુક્યા છે કે જો અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીની વાત પર ભાજપ સહમત નહીં થાય તો તેમની પાસે બીજા વિકલ્પો પણ ખુલ્લા છે.

માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શિવસેના ભાજપ પર તેમની તમામ માંગણીઓ માનવા માટે દબાણ કરી રહી છે. એવું પણ બની શકે કે ભાજપ 1995ના ફૉર્મ્યૂલા અનુસાર નાયબ મુખ્યમંત્રી પદ સાથે મહત્વના મંત્રાલયો પણ તેમને દેવા માટે માની જાય. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે જો શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની વાતચીત થઈ, તો આ મામલે સહમતિ બની શકે છે.

આ પણ જુઓઃ અનુષ્કાએ દિવાળી દરમિયાન પહેર્યો ડિઝાઇનરનો આ ખાસ લહેંગો

1995માં શિવસેના-ભાજપા બીજી વાર ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા હતા. એ સમયે ગઠબંધનના શિલ્પકાર કહેવાતા ભાજપના વરિષ્ઠ ભાજપના નેતા પ્રમોદ મહાજન અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની વચ્ચે એ નક્કી થયું હતું કે ભાજપના કેન્દ્રની રાજનીતિ કરશે અને શિવસેના રાજ્યની. જેથી શિવસેના રાજ્યમાં વધારે બેઠકો પર ચૂંટણી લડશે અને ભાજપ લોકસભામાં વધારે બેઠકો પર. હવે આ જ ફૉર્મ્યૂલા આ વખતે ફરી અપનાવવામાં આવે તેવી શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK