PM મોદી માટે જશોદાબહેને કરી પૂજા, પુરોહિતોને આપી 101 રૂપિયાની દક્ષિણા

17 September, 2019 02:34 PM IST  |  કોલકાતા

PM મોદી માટે જશોદાબહેને કરી પૂજા, પુરોહિતોને આપી 101 રૂપિયાની દક્ષિણા

જશોદાબહેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. પોતાના જન્મદિવસે પીએમ મોદી વતન ગજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીના જન્મદિવસના આગલા દિવસે જશોદાબહેને આસનસોલના કલ્યાણેશ્વરી મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. જાગરણ.કોમના રિપોર્ટ પ્રમાણે જશોદાબહેને સોમવારે બપોરે 12.45 વાગે મંદિરમાં પહોંચ્યા હતા અને પીએમ મોદીની મંગળ કામના માટે પૂજા અર્ચના કરી હતી.

માં કલ્યાણેશ્વરી મંદિરમાં પૂજા બાદ તેમણે મંદિરની અંદરના શિવ મંદિરમાં પણ પૂજા કરી હતી. બાદમાં જશોદાબહેન ધનબાદ જવા રવાના થઈ ગયા. જશોદાબહેનના આવવાને કારણે મંદિર પરિસરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. તેમની સુરક્ષામાં એસીપી સહિત અન્ય પોલીસ સ્ટેશનના પ્રભારી અને ધનબાદના ડીજી હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ જન્મ દિવસે આવો છે પીએમ મોદીનો અંદાજ, જુઓ ફોટોઝ 

જાગરણ.કોમના રિપોર્ટ પ્રમાણે મંદિર પરિસરમાં આવેલા રાજેશપ્રસાદ નૂનિયા નામની વ્યક્તિની દુકાનમાંથી 201 રૂપિયાની પૂજાની સામગ્રી ખરીદી હતી. બાદમાં પુરોહિત શુભાંકર દેવધરિયા અને બિલ્ટૂ મુખોપાધ્યાયે પૂજા કરાવી હતી. બંને પુરોહિતને જશોદાબહેને 101 રૂપિયાની દક્ષિણા આપી અને શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. જશોદાબહેન સાથે તેમના ભાઈ અશોક મોદી અને અંગત સચિવ અનુજ શર્મા પણ હતા.

narendra modi kolkata