જમ્મૂમાં હુમલાનો મોટો પ્રયાસ નિષ્ફળ, બસમાંથી મળ્યો 18 કિલો વિસ્ફોટક

01 October, 2019 01:07 PM IST  |  જમ્મૂ

જમ્મૂમાં હુમલાનો મોટો પ્રયાસ નિષ્ફળ, બસમાંથી મળ્યો 18 કિલો વિસ્ફોટક

જમ્મૂમાં હુમલાનો મોટો પ્રયાસ નિષ્ફળ

સેનાએ ફરી એકવાર આતંકીઓએ જમ્મૂ પર હુમલો કરવાના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ગુપ્તચર એજન્સીઓની સાવધાનીના કારણે મોટું ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવી છે. સેનાએ જમ્મૂ બસ સ્ટેન્ડ પાસેથી એક બસમાંથી 18 કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ બસ બિલાવરથી જમ્મૂ આવી હતી. વિસ્ફોટક સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બસના ડ્રાઈવર અને કંડક્ટર છે. વિસ્ફોટની સામગ્રી સાથે નકશો પણ મળી આવ્યો છે. જેમાં બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને બડી બ્રાહ્મણ સેનાની શિબિર વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, બિલાવરથી બસમાં લાવવામાં આવેલી વિસ્ફોટક સામગ્રી જમ્મૂમાં આતંકીઓ સુધી પહોંચાડવાની હતી. ગુપ્તચર એજન્સીઓને તેની ખબર પડી ગઈ. બસ જેવી જમ્મૂ કેસી થિએટર પાસે પહોંતી કે તેવી સેનાએ તેને ઘેરી લીધી. તપાસ કરવા પર તેમાંથી 18 કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી. સૂત્રોએ જણાવ્યું કે આ વિસ્ફોટક સામગ્રી એક પેકેટમાં બંધ હતી. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું કે આ પેકેટ તેને બિલાવરથી જતા સમયે એક મહિલાએ આપ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે જમ્મૂ બસ સ્ટેન્ડ પહોંચવા માટે એક વ્યક્તિ તેમની પાસેથી આ પેકેટ લેશે. આ માટે તેમને 200 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

એ પહેલા કે એ વ્યક્તિ ડ્રાઈવર અને કંડક્ટર સુધી પહોંચે તે પહેલા જ સેનાએ તેના પોતાના કબજામાં લઈ લીધું. બની શકે કે સેનાના જોઈને તે વ્યક્તિ ભાગી ગયો હોય. હાલ સેનાએ સામગ્રી સાથે પકડેલા બે ઈસમોને એસઓજી ટીમને સોંપી દીધા છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સેનાએ વિસ્ફોટક સામગ્રી પોલીસને સોંપી દીધી છે. વિસ્ફોટક સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કંડક્ટરે આપેલા વર્ણનના આધારે બિલાવરમાં સંદિગ્ધ મહિલાની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

બિલાવરથી આ પહેલા પણ મળી શક્યો છે વિસ્ફોટક
આ પહેલા પણ સેનાના તપાસ અભિયાન દરમિયાન બિલાવરથી 30 કિલો વિસ્ફોટક મળી આવ્યું હતું. આ વિસ્ફોટક સામગ્રી બિલાવરના એક ઘરમાંથી મળી આવી હતી. જે બાદ ખલીલ અહમદની ધરપકડ કરવામાં આવી છે.

jammu and kashmir terror attack national news