જયપુર મેડિકલ કૉલેજે કરી જાહેરાત, હવે સારવાર માટે ધર્મ જણાવવો પડશે

28 July, 2019 11:15 AM IST  |  જયપુુર

જયપુર મેડિકલ કૉલેજે કરી જાહેરાત, હવે સારવાર માટે ધર્મ જણાવવો પડશે

જયપુર મેડિકલ કૉલેજે કરી જાહેરાત

રાજસ્થાનની એસએમએસ મેડિકલ કૉલેજ સાથે સંકળાયેલી તમામ હૉસ્પિટલેાએ એવી જાહેરાત કરી હતી કે સારવાર માટે આવનારા દરેક દરદીએ પોતાનો ધર્મ લખાવવો પડશે.
આ માટે હૉસ્પિટલના સત્તાવાળા એવું કારણ આગળ કરે છે કે કયા ધર્મના લોકોમાં કઈ બીમારી વધુ થાય છે એનો સર્વે કરવાનો અમારો હેતુ છે. આ સર્વે મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદરૂપ થશે.

આ પણ જુઓઃ Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

કૉલેજના ડીન ડૉક્ટર ડી. એસ. મીણાએ કહ્યું કે શાકાહારી લોકોમાં કયા રોગો વધુ થાય છે અને માંસાહારી લોકોમાં કયા રોગો વધુ થાય છે એનો સર્વે અમે કરવા ધારીએ છીએ એટલે આ આદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો. દાખલા તરીકે હિન્દુ પુરુષોમાં પેનીલ કાર્સિનોમા (એક પ્રકારનું કૅન્સર) વધુ જોવા મળે છે, જ્યારે મુસ્લિમ પુરુષોમાં આર્થારાઇટીસ વધુ જોવા મળે છે. મુસ્લિમ મહિલાઓમાં વિટામિન-ડીની ઓછપ હોય છે. આ અમારા સર્વેનો હિસ્સો છે. ધર્મ પૂછવાનો માત્ર એક પ્રોટોકોલ છે. એને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી.

jaipur national news