આતંકવાદના જડ કપાવાના ડરથી પાકિસ્તાન બૂમાબૂમ કરી રહ્યું છેઃ ભારત

09 August, 2019 11:51 AM IST  |  નવી દિલ્હી

આતંકવાદના જડ કપાવાના ડરથી પાકિસ્તાન બૂમાબૂમ કરી રહ્યું છેઃ ભારત

આતંકવાદના જડ કપાવાના ડરથી પાકિસ્તાન બૂમાબૂમ કરી રહ્યું છેઃ ભારત

ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકારના એકતરફી નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પાકિસ્તાન યોગ્ય અને પૂરતા તથ્ય વગર રાડારાડ કરી રહ્યું છે જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષિત કરી શકાય.
સરકારના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘ભારત સરકાર અને ભારતીય સંસદના તાજેતરના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરને વિકાસની તક સંવિધાનમાં કલમ-૩૭૦ને અસ્થાયી જોગવાઈને લીધે આપી શકતા નહોતા. આ કલમ હટતાં લૈંગિક, સામાજિક અને આર્થિક આધાર પર થઈ રહેલા ભેદભાવ પણ ખતમ થઈ જશે એથી જમ્મુ-કાશ્મીરમાં આર્થિક ગતિવિધિઓ વધશે અને ત્યાંના તમામ નાગરિકોની જીવનશૈલીમાં સુધારો થશે.

આ પણ જુઓઃ તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ

સરકારે કહ્યું કે કલમ-૩૭૦ હટાવવાથી જમ્મુ-કાશ્મીરના લોકોનો અસંતોષ દૂર કરી શકાય છે. પાકિસ્તાન એનાથી ગભરાઈને બૂમબરાડા પાડી રહ્યું છે, કારણ કે એ કાશ્મીરીઓની સંવેદનાઓનો ઉપયોગ સરહદપારથી અહીં ફેલાતા આતંકવાદને ન્યાયોચિત ઠરાવવા માટે કરે છે.

jammu and kashmir terror attack pakistan