12 September, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ધ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ ૭ જ્યોતિર્લિંગની યાત્રા કરાવતું સ્પેશ્યલ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન પૅકેજ જાહેર કર્યું છે. આ ટૂર આ વર્ષે નવેમ્બર મહિનામાં થશે. ૧૨ દિવસમાં ૭ જ્યોતિર્લિંગની આ પવિત્ર યાત્રાની શરૂઆત ૧૮ નવેમ્બરે યોગનગરી હૃષીકેશથી થશે. એમાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, નાગેશ્વર, સોમનાથ, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘ્રિષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા આવરી લેવાશે. એમાં વધારાનાં બે સ્ટૉપ દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકામાં લેવાશે. હૃષીકેશથી શરૂ થતી આ યાત્રામાં હરિદ્વાર, લખનઉ, કાનપુરથી પણ ટ્રેનમાં બેસી શકાશે.
કુલ ૭૬૭ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટૂરના પૅકેજમાં વેજિટેરિયન ભોજન, હોટેલ / ધર્મશાળામાં રોકાણ, વિઝિટ દરમ્યાન ગાઇડ અને ટ્રાવેલ ઇન્શ્યૉરન્સની વ્યવસ્થા સમાવિષ્ટ છે.
કિંમત શું?
કમ્ફર્ટ – 2AC :
૫૪,૩૯૦ રૂપિયા વ્યક્તિદીઠ
સ્ટાન્ડર્ડ – 3AC :
૪૦,૮૯૦ રૂપિયા વ્યક્તિદીઠ
ઇકૉનૉમી – સ્લીપર :
૨૪,૧૦૦ રૂપિયા વ્યક્તિદીઠ