14 November, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રેલવે રિઝર્વેશન અગેઇન્સ્ટ કૅન્સલેશન (RAC) ટિકિટ સિસ્ટમમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. આ સિસ્ટમ હેઠળ મુસાફરો સંપૂર્ણ ભાડું ચૂકવે છે છતાં તેમને અડધી બર્થ પર મુસાફરી કરવી પડે છે. રેલવે હવે આ દાયકાઓ જૂની સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. RAC સિસ્ટમને નાબૂદ કરવાની અથવા એમાં ફેરફાર કરવાની યોજના છે જેથી મુસાફરોને તેમની મુસાફરી દરમ્યાન સંપૂર્ણ બર્થ મળી શકે.