આનંદો : અમદાવાદ-મુંબઇની બે ટ્રેનોમાં યાત્રિકો શોપિંગનો આનંદ લઈ શકશે

09 August, 2019 06:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

આનંદો : અમદાવાદ-મુંબઇની બે ટ્રેનોમાં યાત્રિકો શોપિંગનો આનંદ લઈ શકશે

ભારતીય રેલવે

હવે ટ્રેનમાં પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ શૉપિંગ કરી શકશે. રેલ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રવાસીઓ ગુરુવારે કેટલીક ટ્રેનોમાં એમઆરપી પર બ્યુટિ પ્રૉડક્ટ્સ, સ્ટેશનર અને અન્ય વસ્તુઓ ખરીદી શકશે. આ શરૂઆત વેસ્ટર્ન રેલવેએ અમદાવાદ ડિવિઝનમાં શરૂ કરી છે.

વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝને ગુરુવારે 12934 અમદાવાદ જંક્શન-મુંબઇ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસમાં ઑનબૉર્ડ વેચાણ શરૂ કરી દીધું. કેન્દ્ર સરકાર રેલવેને લઇને ઘણા પરિવર્તનો કરવા જઈ રહી છે. તે વિશે જાહેરાતો કરવામાં આવી.

રેલવે હોસ્ટેસ રાખવાનો નિર્ણય
મોદી સરકાર વંદે ભારત એક્સપ્રેસમાં વિમાન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. વિમાનની જેમ હવે વંદે ભારતમાં પણ હોસ્ટેસ અને સ્ટીવર્ડ્સ રાખવામાં આવ્યા. છ મહિના સુધી ચાલનારા આ ટ્રાયલ પ્રૉજેક્ટ માટે આઇઆરસીટીસીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 34 ટ્રેઇન્ડ એર હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટીવર્ડ્સ રાખવામાં આવ્યા છે. જો આ સુવિધા સફળ થશે તો અન્ય ટ્રેનમાં પણ ટ્રેન હોસ્ટેસ રાખવામાં આવશે.

આઇઆરસીટીસીના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહે કહ્યું કે પ્રવાસીઓને સારામાં સારી સુવિધાઓ આપવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. ટ્રેનમાં પ્રવાસીઓને જમવાનું પીરસવાવાળાને લાઇસેન્સ્ડ કેટરર્સ 8000થી 10000 પ્રતિ માસ આપે છે. પણ પ્રવાસીઓને વધુ સારી સેવાઓ આફવા માટે આઇઆરસીટીસી ટ્રેન હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટીવર્ડ્સને 25000 પ્રતિ માસ આપી રહી છે.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

ચાર મહાનગરોમાં સેમી હાઇસ્પીડ ટ્રેન ચલાવવાની યોજના
દેશના ચાર પ્રમુખ મહાનગરોમાં 160 કિમી સુધીની ઝડપથી વેસ્લી સેમી હાઇસ્પીડ ટ્રેન ચલાવવાની યોજનાના પહેલા ભાગને સરકારે અનુમતિ આપી દીધી છે. આ યોજના હેઠળ દિલ્હીથી મુંબઇ, દિલ્હીથી હાવડા, કોલકાતાથી ચેન્નઇ અને ચેન્નઇથી મુંબઇ વચ્ચે એક સ્વર્ણિમ ચતુર્ભુજ કૉરિડોર બનાવવાની યોજના છે. પહેલા ભાગમાં એટલે કે દિલ્હીથી હાવડા અને દિલ્હીથી મુંબઇ વચ્ચે ટ્રેન 160 કિમીની ઝડપથી ટ્રેન ચાલશે.

indian railways ahmedabad mumbai