મોદીના ટ્વિટર પર ૭ કરોડ ફૉલોઅર્સઃ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

30 July, 2021 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પીએમ મોદીનું નામ લોકપ્રિય નેતાઓના લિસ્ટમાં સૌથી ઉપર છે

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશ્યલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા છે. સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફૉલોઅર્સ થવા વિશે હવે પીએમ મોદીના ટ્વિટર અકાઉન્ટ ઉપર ૭૦ મિલ્યન (૭ કરોડ) લોકો તેમને ફૉલો કરી રહ્યા છે. એવામાં પીએમ મોદી સોશ્યલ મીડિયા પર ફૉલો કરતા નેતાઓના લિસ્ટમાં ટૉપ પર પહોંચ્યા છે. જોકે સ્પષ્ટ રીતે તેમની વધતી લોકપ્રિયતા તરફ ઇશારો કરી રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પીએમ મોદીનું નામ લોકપ્રિય નેતાઓના લિસ્ટમાં સૌથી ઉપર છે.

ટ્રમ્પના પ્રાઇવેટ અકાઉન્ટને ૮૮.૭ મિલ્યન એટલે કે ૮ કરોડ ૮૭ લાખ લોકો ફૉલો કરી રહ્યા હતા. આ દરમ્યાન વિશ્વના સક્રિય નેતાઓના લિસ્ટમાં મોદી બીજા નંબર પર હતા, પણ હવે મોખરે છે. અગાઉ ગયા વર્ષે ૨૦૨૦માં પણ પીએમ મોદી ઑગસ્ટથી ઑક્ટોબર વચ્ચે ટ્વિટર, યુટ્યુબ, ગૂગલ સર્ચ દરેકના ટ્રેડિંગ ચાર્ટ પર ટૉપ પર રહ્યા છે. એવા એક સ્ટડી મુજબ આ દરમ્યાન તેમની બ્રૅન્ડ વૅલ્યુ અંદાજે ૩૩૬ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બ્રૅન્ડ વૅલ્યુ સોશ્યલ મીડિયાના એન્ગેજમેન્ટ અને ફૉલોઅર્સના આધાર પર તૈયાર કરવામાં આવે છે.

national news narendra modi twitter