09 May, 2025 08:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારની રાત્રે પરિસ્થિતિ વણસી પહેલાં પાકિસ્તાને બુધવારે રાતે ગુજરાત સહિત દેશનાં ૧૫ સૈન્ય-ઠેકાણાં પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. એટલું જ નહીં, ભારતીય સેનાએ પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ કરી દીધી હતી. પાકિસ્તાને ભારતના અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમ્રિતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ભુજ સહિતનાં સૈન્ય-ઠેકાણાંઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.