દેશની કોવિડ આર-વૅલ્યુમાં ઘટાડો થયો

17 January, 2022 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં મુંબઈની આર-વૅલ્યુ ૧.૩

ટેસ્ટમાં પણ આત્મનિર્ભરતા : જમ્મુમાં ગઈ કાલે વીક-એન્ડ રિસ્ટ્રિક્શન્સ દરમ્યાન પોતે જ પોતાની કોરોના-ટેસ્ટ કરી રહેલી એક હેલ્થકૅર વર્કર. (તસવીર : પી.ટી.આઇ.)

આઇઆઇટી મદ્રાસ દ્વારા ભારતની કોવિડ આર-વૅલ્યુના લેટેસ્ટ ઍનૅલિસિસ પરથી ખ્યાલ આવે છે કે ૭થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન આ વૅલ્યુમાં એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ આર-વૅલ્યુ જોતાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની સરખામણીમાં બીજા અઠવાડિયામાં મહામારીની સ્થિતિમાં સુધારો થયો છે. 
આર-વૅલ્યુ દર્શાવે છે કે કોરોનાથી ઇફેક્ટેડ એક વ્યક્તિથી કેટલા લોકો ઇફેક્ટ થઈ રહ્યા છે કે થઈ શકે છે. જો આર-વૅલ્યુ ૧થી વધુ છે તો એનો અર્થ એ છે કે કોરોનાથી ઇફેક્ટેડ એક વ્યક્તિ ૧થી વધુ લોકોને ઇફેક્ટ કરી રહી છે. ગયા અઠવાડિયામાં આર-વૅલ્યુ ૨.૨ હતી, જે ઘણી ઊંચી છે. એનો અર્થ એ છે કે ૧૦૦ સંક્રમિત વ્યક્તિઓ ૨૨૦ લોકોને સંક્રમિત કરી શકે છે. જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં મુંબઈની આર-વૅલ્યુ ૧.૩, દિલ્હીની ૨.૫ અને કલકત્તાની ૧.૬ છે. સંશોધકોએ જણાવ્યું હતું કે પહેલા અઠવાડિયામાં દેશની આર-વૅલ્યુ ચારની નજીક હતી. બીજી તરફ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આર-વૅલ્યુ ૨.૯ની નજીક હતી. 

national news india coronavirus covid19