ઈમરાન ખાને લખ્યો પીએમ મોદીને પત્ર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

08 June, 2019 10:37 AM IST  | 

ઈમરાન ખાને લખ્યો પીએમ મોદીને પત્ર, કાશ્મીર મુદ્દે કહી આ વાત

ફાઈલ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તામાં આવવા પર પાકિસ્તાન દબાણમાં જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ભારતને સાથે મળીને કામ કરવાની વાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નરેન્દ્ર મોદીને સાથે મળીને કામ કરવા અંગે ઈચ્છા જાહેર કરી છે. ઈમરાન ખઆન પીએમ મોદને કાશ્મીર સહિત અન્ય બાબતો પર વાતચીત કરવાની જાહેરાત કરી છે.

ઈમરાન ખાને પીએમ મોદીને પત્રને લખ્યો છે જેમા નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનવા પર શુભેચ્છાઓ આપી છે. ઈમરાન ખાને તેમના પત્રમાં દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે વાતચીત કરવાની કહી હતી જેમા કાશ્મીર સહિત અન્ય મુદ્દાઓનું નિવારણ લાવવાની વાત કરી છે. ઈમરાને કહ્યું હતું કે, બે દેશો વચ્ચે વાતચીત જ એકમાત્ર ઉપાય છે જેનાથી બન્ને દેશોના લોકોની ગરીબી દૂર થાય. ક્ષેત્રિય વિકાસ માટે સાથે મળીને કામ કરવુ મહત્વપૂર્ણ છે.

ગુરુવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, બિશ્કેકમાં થનારા શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન વચ્ચે કોઈ ખાસ વાતચીત થશે નહી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન વચ્ચે કોઈ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો છે. નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં પાકિસ્તાન સિવાય બધા જ પાડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથે સંબંધ ન રાખવાના કારણે પાકિસ્તાન ભયમાં લાગી રહ્યું છે અને કોઈ પણ કારણોસર ભારત સાથે વાતચીતના પ્રયાસો કરી રહ્યું છે.

narendra modi imran khan gujarati mid-day